________________
६४
-
ગર્ભહરણનું કારણ - વળી આ ગર્ભહરણ તે પણ કર્મઉદયની અપેક્ષાએ છે. કોઈ એક ભવમાં દેવાનંદા અને - ત્રિશલા જેઠાણી-દેરાણી હતાં. જેઠાણી દેવાનંદા દેરાણી ત્રિશલા પર વધુ અધિકાર ?
ધરાવતી. એક વખત તેણે ત્રિશલાનો હાર ચોર્યો. કંઈક ફેરફાર કરીને તે પહેરવા લાગી. ત્રિશલાને બધી ખબર પડવા છતાં તે મૌન જ રહી. સમય થતાં દેવાનંદાનો જીવ કે મૃત્યુશધ્યાએ પડ્યો ત્યારે તેને આ વાતનો પશ્ચાત્તાપ થયો. તેને થયું, મારી દેરાણી તો સતી
છે, દેવી છે. તેણે દેરાણીની માફી માગી. આમ તે કર્મભારથી હળવી થઈ. છતાં કર્મનું છેપરિણામ આવ્યું. ચોરી એ કપટ અને માનસિક હિંસા છે. તે કર્મના ફળથી તેના ગર્ભનું - હરણ થયું. અર્થાત્ દેવાનંદા ગર્ભહરણ થવાથી દુઃખી થયાં તે પૂર્વકર્મનો સંયોગ હતો.
ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં
(પાંચમા વ્યાખ્યાનના આધારે ) દેવાનંદા અને ત્રિશલા રાણી બંને જાગી ગયાં પરંતુ બંનેની દશામાં કેટલું અંતર પડી ગયું ! એકે પોતાની પુણ્યહીનતાથી કંઈક ગુમાવ્યું, અને બીજીએ મહતું પુણ્યયોગે છે કંઈક મેળવ્યું. નિમિત્તાધીન જીવો ઇષ્ટના ગુમાવ્યાથી દુઃખી થાય છે અને મનમાન્યું. Sી મળવાથી સુખી થાય છે. - ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના સર્વ રીતે શોભાયમાન, સુસજ્જ, અતિસુંદર એવા
શયનગૃહમાં સુખશધ્યામાં સુખેથી નિદ્રા લઈ રહી છે. ત્યાં મધ્યરાત્રિને વિષે કંઈક Sઈ જાગતી-ઊંઘતી એવી દશામાં તે પ્રશસ્ત અને મંગળરૂપ ચૌદ સ્વપ્ન જુએ છે. તેણે પ્રથમ
સિંહ જોયો હતો પણ અન્ય તીર્થકરોની માતાએ મુખ્યતાએ હાથી જોયો હતો તેથી તે આ પ્રમાણે વર્ણન કહેવાની પ્રણાલી છે. Sિ ૧.ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલો હાથી અત્યંત સફેદ, મદજળ વડે સુગંધમય હતો.ઇંદ્રના મન એરાવણ હાથી જેવું સપ્રમાણ શરીર, ગંભીર અને મનોહર ગર્જનાવાળો, સર્વ શુભલક્ષણોનો આ સમૂહ, સર્વ હાથીઓમાં ઉત્તમ એવો વિશાળકાય, શુભ કરનારો હાથી જોયો.
૨. બીજે સ્વપ્ન અત્યંત રૂપવાન સફેદ વૃષભ જોયો. તેની રૂપકાન્તિ વડે દિશાઓમાં છેપ્રકાશ પાથરતો, રમણીય ખુંધવાળો, કોમળ રોમવાળો, મજબૂત, હૃષ્ટપુષ્ટ સપ્રમાણ : AW Ayayayoyo WAPAVAYA AYYAYA !
can Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,