________________
આવ્યા. કર્મની વિચિત્રતા છે કે કરોડો વર્ષે તેની સ્થિતિ પાકતાં તે સ્વયં હાજર થઈ
જાય છે.
chemie 0196
ગર્ભનું સંક્રમણ - એક આશ્ચર્ય છે આશ્ચર્યજનક આ ઘટના જોઈ સૌધર્મેન્દ્ર વિચારમાં પડી ગયા. અને તરત જ ઉપાય શોધી કાઢ્યો કે ભગવાનના ગર્ભને દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં ગર્ભપણે મૂકવો જોઈએ. અને ત્રિશલા રાણીના પુત્રીપણાના ગર્ભને દેવાનંદાની કુક્ષીમાં મૂકવો.
આમ વિચાર કરી હરિણગમેષી નામના દેવને તેમણે બોલાવ્યો અને ભગવાનના ગિર્ભ વિષે વાત કરી કે તીર્થંકર વિષે આવું બનવું ન જોઈએ તે બન્યું છે. માટે
દેવાનુપ્રિય ! તું જા અને શક્તિ વડે ઉપાય કરીને ગર્ભનું સંક્રમણ કરી આ ગર્ભને . બદલાવી નાખ અને કામ પતાવી મને તરત જ સમાચાર આપ.
હરિણગમેષીએ ઇંદ્રની આજ્ઞા વિનયપૂર્વક મસ્તકે ચડાવી, વૈક્રિય શરીરની લબ્ધિ નિવડે અસાર પુલોને ત્યજી સારભૂત રત્નસમા પુલોને ગ્રહણ કર્યા. ત્યાર પછી દેવગતિ વડે તે ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘરે આવ્યા અને દેવાનંદાના શયનગૃહમાં પ્રવેશ કરી ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને અવસ્થાપિની નિદ્રા આપીને ભગવાનની મનોમન આજ્ઞા માગી. ત્યાર પછી પોતાની દિવ્યશક્તિ વડે હસ્તકમળમાં ભગવાનના ગર્ભને ગ્રહણ કરીને સિદ્ધાર્થ રાજાની ત્રિશલાલે કરાણીના શયનખંડમાં આવી, તેને અવસ્થાપિની નિદ્રા આપી. રાણીના શરીરના અપવિત્ર પુગલોને શક્તિ વડે દૂર કરી પ્રભુના ગર્ભને કંઈ પણ બાધા ન પહોંચે તે રીતે સંક્રાન્ત કરી પછી જેમ તે દેવ આવ્યો હતો તેમ તે દિશાએ પાછો ફર્યો અને સૌધર્મદેવને ગર્ભસંક્રમણની વિગત જણાવી. આમ વ્યાસી રાત્રિદિવસ પછી ભગવાન ત્રિશલા - રાણીની કુક્ષીમાં ધારણ થયા. કે નીચ ગોત્રનો અર્થ એકાન્ત લેવાનો નથી. ક્ષત્રિયોની અપેક્ષાએ બ્રાહ્મણો યાચકકુળમાં
હોવાથી નીચા મનાય છે. વાચક એટલે ક્ષત્રિયોની દૃષ્ટિએ નબળા અને વિદ્યાધ્યયનની = દષ્ટિએ તો બ્રાહ્મણો ઊંચા છે અને ક્ષત્રિયો નીચા છે. જેમ પુત્ર-પુત્રીની દૃષ્ટિએ સ્ત્રી કે માતા તરીકે ઉચ્ચ છે, તેમ આ વિધાન સાપેક્ષ સમજવું. --t), ox.new+babytet,tatest nતાતા સાત
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.or