________________
પમાય છે. આમ અનેક વિચારોથી રાણી વ્યાકુળ થઈ ગઈ. ત્યારે તેની સખીઓએ ! છે તેમને ચિંતાગ્રસ્ત થયેલાં જોઈ તેનું કારણ પૂછવું. ત્યારે ત્રિશલા રાણી ગર્ભસ્તંભનની હું
વાત જણાવીને બેશુદ્ધ થઈ ગયાં. સખીઓએ શીતળ ઉપચાર વડે તેને શુદ્ધિ માં લાવવા , છે પ્રયત્ન કર્યો. વળી ભાન આવતાં માતા પુનઃ વિલાપ કરવા લાગ્યાં.
હે પ્રભુ! હું મારા ઇચ્છિતને મેળવી શકતી નથી તેમાં મારા કર્મનો દોષ છે. ઘુવડ છે મિ દિવસે જોઈ શકતો નથી તેમાં સૂર્યનો દોષ નથી. વસંત ઋતુ આવતાં વૃક્ષ નવપલ્લવિત છે છે થાય છે પણ કેરડાના વૃક્ષને પાંદડું બેસતું નથી તેમાં શું વસંત ઋતુનો દોષ છે ? હવે ! મારે મરણનું જ શરણ હો.
ત્રિશલા રાણીના વિલાપથી સખીઓ અને વૃદ્ધ સ્ત્રીઓ સૌ મતિ પ્રમાણે શાંતિકર્મ હું આદિ ધર્મક્રિયામાં પ્રવૃત્ત થઈ ગયાં. આ દુઃખદ સમાચાર રાજા સિદ્ધાર્થના જાણવામાં છે આવતાં તે પણ ચિંતાતુર થઈ ગયા. મંત્રીઓ પણ દુઃખી થયા અને રાજમહેલ તથા છે અંતઃપુરમાં ચાલતાં નૃત્ય, વાજિંત્રો સર્વને બંધ કરાવવામાં આવ્યાં. આખું રાજભવન
સુમસામ, શોકમય બની ગયું. મોહની ગતિ કેવી વિચિત્ર છે ! - તે કાળ અને તે સમયને વિષે ભગવાન મહાવીરના જીવે અવધિજ્ઞાનથી જોયું કે ? ઉદી અરે, આ મોહરાજાની વિચિત્રતા તો જુઓ ! મેં જે કંઈ માતાના સુખને માટે કર્યું તે તો છે Mી માતાને ખેદ ઉપજાવનારું થયું. આ પાંચમા આરાનું પરિબળ દર્શાવે છે કે મનુષ્યોને ગુણ, E દોષ આપનારો થશે. આમ વિચારી જાણે ભગવાને ધ્યાનાવસ્થાની સ્થિર અવસ્થાને છે દિક સંક્ષેપ કરી હલનચલનની સહજક્રિયાનો સંચાર કર્યો, ત્યારે વળી ત્રિશલા રાણી હર્ષિત છે Iછે થઈ સખીઓને કહેવા લાગી કે ખરેખર મારો ગર્ભ હરાયો નથી. હવે તે કંપે છે. ત્રિશલા છે છે. ક્ષત્રિયાણીને સંતોષ પામેલી અને પ્રસન્નચિત્ત જોઈ સૌ પ્રસન્ન થયાં.
ત્રિશલા રાણી વિચારવા લાગી કે મારો ગર્ભ કલ્યાણરૂપ છે. મને ધિક્કાર છે કે કે અતિશય મોહમાં તેના માથાભ્યને વિચાર્યું નહિ કે મહાકલ્યાણકારી સ્વપ્નસૂચિત તે છે [ણ મહાન આત્મા કોઈથી હરાય નહિ. મેં અનુચિત કુવિકલ્પો કર્યા. મારો જન્મ આ ગર્ભને 5 ધારણ કરી કૃતાર્થ થયો છે. મારા પર ધર્મરૂપ કલ્પવૃક્ષની કૃપા છે. મેં નિરર્થક વિલાપ ! ન કરીને સૌને શોકગ્રસ્ત કર્યા. હું તો સદ્ભાગી છું. મારો ગર્ભ સકુશળ છે.
ત્રિશલા રાણીને પુનઃ પ્રસન્નચિત્ત જોઈને તથા ગર્ભના સકુશળ સમાચાર જાણીને જ
Vlein Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org