SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ BAADA RUSTAL >>> ૭૨ રાજભવનમાં સૌ પ્રસન્ન થયાં. વાજિંત્રોની સૂરાવલિઓ શરૂ થઈ. મંગળ ભાવનાઓનો પ્રવાહ શરૂ થયો. સર્વત્ર આનંદમંગળ વરતાઈ રહ્યો. રાજા સિદ્ધાર્થ જ્યોતિષીઓથી વીંટળાયેલો ચિંતાતુર હતો. તે પણ આ મંગળ સમાચાર સાંભળી પ્રસન્ન થયો. અને તેણે તરત જ દાનકર્મનો આરંભ કર્યો. અવધિજ્ઞાનયુક્ત એવા ભગવાને આ સર્વ બનાવને જાણીને વિચાર્યું કે અહો ! માતાને મારા પર કેવો અનુરાગ છે ! તેમને સાચો ધર્મ પમાડી, સમાધિમરણને પ્રાપ્ત કરાવી, પછી હું સંસારત્યાગ કરીશ. આમ સહજવિચારની સ્ફુરણા થઈ આવી. જ્ઞાનની પ્રબળતા એવી છે કે જીવ ગર્ભમાં પણ તેના આવિર્ભાવ પામે છે. અને બાળવય છતાં તે જ્ઞાનવૃદ્ધ હોય છે. અજ્ઞાનદશા એવી છે કે અનંતકાળ જાય છતાં એક કિરણ પણ ફૂટનું નથી. અને ઉંમર પૂરી થવા આવે તો પણ તે જીવ જ્ઞાનવિમુખ બાળચેષ્ટાપણે રહે છે. તે કાળે તે સમયે ત્રિશલા રાણી ધર્મભાવના સહિત ધર્મપૂજન આદિ કરતાં. ગર્ભના યોગ્ય નિયમોને પાળતાં. સંયમી જીવનપૂર્વક સુખે દિવસો પસાર કરતાં હતાં. તે ત્રિશલા ગર્ભને હિતકર આહારાદિથી સેવતાં હતાં. ઉચિત સ્થાને જતાં-આવતાં હતાં. પરિવારના માણસોમાં રહી એકાન્ત જગામાં સુખપૂર્વક બેસતાં હતાં અને સૂતાં હતાં. અતિ ખારા ખાટા કે વિકારી પદાર્થોનું સેવન કરતાં ન હતાં. ઉચિત સમયે ભોજન લેતાં હતાં. વળી તેમને સુંદર વિચારો અને ભાવ ઉત્પન્ન થતા હતા કે, રાજ્યમાં અહિંસાધર્મનું પાલન કરાવું, દાન દઉં, સન્દેવ-ગુરુની પૂજા કરું, સાધર્મિક વાત્સલ્ય કરું, સિંહાસન પર બેસી સમ્યક્ પ્રકારે આદેશ આપું, હાથી પર બેસું, લોકો દ્વારા ‘જય જય’ શબ્દોથી સ્તુતિ સાંભળું. આવા મંગળકારી વિચારો અને તેમના વિશેષ મનોરથોને રાજા સિદ્ધાર્થ સર્વ પ્રકારે સહર્ષ પૂરા કરતા હતા. આમ ત્રિશલા રાણી સુખપૂર્વક દિવસો પસાર કરતાં હતાં. જગદુદ્ધારક અવતર્યા (જન્મકલ્યાણક) તે કાળે અને તે સમયે ગ્રીષ્મકાળનો ચૈત્ર માસ, શુક્લ પખવાડિયું, તેરશની તિથિ, નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા હતા, જ્યારે સર્વ ગ્રહો શુભસ્થાનમાં હતા, સર્વ વાતાવરણ શાંત હતું, અંધકાર અને ઉપદ્રવરહિત વિશુદ્ધ હતું. દિશાઓ પ્રકાશિત હતી. પક્ષીઓ પણ પ્રસન્ન હતાં. સુગંધી, મંદ અને શીતલ વાયુ વાતો હતો. પૃથ્વી ધાન્યથી ભરપૂર હતી. દેશવાસી લોકો પ્રસન્ન અને સુખી હતા. એવી રાત્રિને વિષે આરોગ્યવાળી n Education International For Private & Personal Use Only www.jainelibrary.or IZH
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy