SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ' ''1 ' - - - - -nલ "'" - -' ''" ''" " I II I I I in 1 * * * ૬૦ મુનિએ એક હજાર વરસનું ઉગ્ર તપ આદર્યું હતું. વળી એક વાર મા ખમણનું તપ પૂરું કે થતાં ભિક્ષા-ગોચરી માટે મથુરામાં આવ્યા. તપથી અત્યંત કૃશ એવા મુનિ નીચી નજરે રાજમાર્ગે ચાલ્યા જાય છે. ત્યાં એક ગાયે શિંગડું મારવાથી પડી ગયા. યોગાનુયોગ તે - સમયે વિશાખાનંદી મથુરામાં પરણવા માટે આવ્યો હતો. તેણે આ દશ્ય જોયું અને ૪ - મહેલને ઝરૂખે ઊભો રહીને અટ્ટહાસ્યસહ બોલ્યો કે, “કોઠાના ફળને પાડવાનું તારું છે - બળ ક્યાં ગયું? એક ગાયથી તો તું તારું રક્ષણ કરી શકતો નથી.” આવા કટાક્ષ-શબ્દો શ્રવણ થતાં વિશ્વભૂતિમાં રહેલા ક્રોધના સંસ્કાર એકાએક = ભભૂકી ઊઠ્યા અને તેમણે વગર વિચાર્યું કૃત્ય કરી નાખ્યું. તે ગાયને શિંગડાંથી પકડીને આકાશમાં ભમાવી. અને વળી આવેગમાં ને આવેગમાં શલ્યથી પણ ઘેરાઈ ગયા. ઉગ્ર તપશ્ચર્યાના અને રત્નત્રયીના મૂલ્યને વેડફી નાખી નિયાણું – પ્રબળ આકાંક્ષા કરી કે, - “હું આ તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણા બળ અને પરાક્રમવાળો થાઉં અને આ . વિશાખાનંદીનો પરાભવ કરું.” જે વિશ્વભૂતિએ કપટ-ભોગથી સંસારનો ત્યાગ કર્યો તે કટાક્ષને જીરવી શક્યા નહિ. કર્મની ગતિ કેવી વિચિત્ર છે ! આત્મભાન ભૂલેલો મહાતપસ્વી પણ તેના સકંજામાં ભરાઈ પડે છે. આયુષ્ય પૂર્ણ કરીને મુનિ કાળધર્મ છે પામ્યા અને સાથે શલ્યકર્મને લેતા ગયા. સત્તરમો ભવ ઉગ્ર તપાદિને લીધે મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. અઢારમો ભવ: ત્રિપુષ્ઠ વાસુદેવ પોતનપુરના રિપુપ્રતિશત્રુ રાજાને ભદ્રા નામની રાણી હતી, તેને અચલ નામે છે . રાજકુમાર અને મૃગાવતી નામે કુંવરી હતી. તે યુવાન વયમાં આવી ત્યારે તેનું સૌંદર્ય હું જોઈ પોતાનો જ પિતા મોહાંધ થઈ કામાતુર થયો. કામાંધ બનેલા તે રાજાએ એક છે િ યુક્તિ કરી. તેણે મંત્રી આદિની એક સભા બોલાવી અને કપટથી પૂછ્યું કે, આ રાજમાં જે ઉત્તમ રત્ન – વસ્તુઓ હોય તે કોની સમજવી ? સભાજનોને તેના કપટની ખબર છે ન હતી તેથી સૌએ કહ્યું કે રાજન ! આપ જ તેના સ્વામી કહેવાઓ. તે વાત સાંભળીને [ રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી અને સભાજનોને કહ્યું કે તમારા કહેવા મુજબ * * * * * * .., કે * * * * * * * * * * * * * * * * * મોલમ . કે ate 8.0 M Education antenatio 'T Sા ન કIN
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy