________________
કર્યસિદ્ધાંત કંઈ નિરાળો છે. ન માગ્યે મળે અને માગે તો દૂર રહે. માન કરે તો હલકું ગોત્ર મળે અને નમ્ર રહે તો ઉચ્ચ સ્થાન મળે. મરીચિ તો તાનમાં આવી ગયો. - એવા તાન, ગાન અને માનના સેવનથી તેણે નીચ ગોત્રનું કર્મ ઉપાર્જન કર્યું. - વણથંભ્યો સમય વહ્યો જાય છે. ભગવાન તો મોક્ષે સિધાવ્યા હતા. મરીચિ )
- માણસોને પ્રતિબોધ પમાડી ભગવાનના સાધુઓની પાસે મોકલી આપતો. હજી તેણે - એક પણ શિષ્યને પોતાની પાસે રાખ્યો નથી. એક વાર તે સખત બીમાર પડી ગયો.
પણ તે અસંયમી હોવાથી તેની સેવાચાકરી કોઈ કરતું નહિ. તેથી તે દુઃખી થયો છતાં સાચી વાતનો સ્વીકાર કરતો કે સંયમી સાધુઓ મારી અસંયમીની સેવા કેવી રીતે કરે ?
માટે હવે હું જ એક શિષ્ય કરીને રાખીશ, જેથી આવા સમયે કામ આવે. - એક દિવસ કપિલ નામે રાજપુત્ર તેનો ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો. નિયમ
મુજબ મરીચિએ તેને સાધુઓ પાસે જવા કહ્યું. પણ કપિલનું ભાવિ કંઈ જુદું નિર્માણ = થયું હતું. તેણે સાચા મુનિમાર્ગનાં કષ્ટો પ્રત્યે પોતાની નબળાઈને કારણે કહ્યું કે હું - તમારી પાસે રહીશ. પ્રથમ તો મરીચિએ સમજાવ્યો કે હું મુનિધર્મ પાળવાને અશક્ત - છું. સાચો ધર્મ ત્યાં છે. - કપિલ – તો પછી શું તમારા મતમાં ધર્મ નથી ?
મરીચિએ વિચાર્યું કે આ જીવ સાચો જિજ્ઞાસુ નથી અને ભારે કર્યાં છે. વળી મારે છે એક શિષ્યની આવશ્યકતા છે. આમ મનમાં રહેલી વાસનાએ મરીચિની ભાવનાને કિર વિપરીત કરી નાખી અને તેના ઉદ્ગાર નીકળી પડ્યા કે,
“જેમ ત્યાં ધર્મ છે તેમ અહીં પણ ધર્મ છે.” - આવા ઉત્સુત્ર વાક્યની પ્રરૂપણાથી મરીચિએ પુનઃ વળી કર્મમાં વૃદ્ધિ કરી. એ છે - પાપની ક્ષમા-આલોચના કર્યા વગર તેણે સમકિત બીજને ઊખેડી નાખ્યું અને ચોરાસી છે.
લાખ પૂર્વનું પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યો. ચોથો ભવ – સ્વર્ગલોક છે મરીચિના ભાવ સારા હતા. તાપસ તરીકે રહી, ઉપદેશાદિ કરતો તેથી શુભ ગતિનો તો બંધ કરી ચોથા ભવમાં બ્રહ્મલોકની દેવયોનિમાં દેવ થયો અને સુખભોગ ભોગવવા લાગ્યો.
22 કાલિકા માતા
ક
kain Education International For Private & Personal Use Only
www.jainelibrary. - જલારા જાડિયા 38 કિમી