________________
ભગવાન મહાવીરના છવ્વીસ ભવા આ પહેલો ભવ – નયસાર મુખી
ભગવાન મહાવીરનો જીવ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં એક ગામનો નયસાર નામે મુખી નામે હતો. તે એક વાર લાકડાં લેવા વનમાં ગયો હતો. બપોરે ભોજન-સમય એ થતાં તેને એક ભાવના થઈ કે કોઈ અતિથિને ભોજન આપી પછી હું ભોજન કરું. . આ ભાવનાનું પણ એક બળ છે. તેની ભાવનાના બળે કોઈ સાધુજનો પોતાના સાર્થથી જ છે ભૂલા પડેલા ત્યાં આવી ચડ્યા. તે સાધુઓને આવેલા જોઈને અતિ રોમાંચિત થઈ ગયો છે
અને પછી વિનયાવિત થઈ વંદન કરી તેણે તેમને યોગ્ય ભિક્ષા આપી. પછી તે સાધુઓને માર્ગ બતાવવા તેમની સાથે ગયો. માર્ગમાં સાધુજનોએ તેને ધર્મોપદેશ છે આપ્યો. એક તો તેની શુભભાવના તેમાંય સાધુજનો પ્રત્યેનો આદર અને ભક્તિ. આવી જ ભૂમિકામાં ઉપદેશ શ્રવણ થતાં તેનામાં સમકિત બીજ રોપાઈ ગયું. સમય થતાં તે સાધુજનોને માર્ગ બતાવી તે પાછો વળ્યો, અર્થાત્ વાસ્તવમાં તો તે સંસારથી પાછો .
વળ્યો હતો. ઉત્તમ શ્રાવકધર્મ પાળીને આયુષ્ય પૂર્ણ થતાં સમાધિમરણ પામી દેવલોકમાં - ઉત્પન્ન થયો. બીજો ભવ – સ્વર્ગલોક
સમકિત સાથે સગાઈ કરીને સમાધિમરણને પ્રાપ્ત થઈ તે સૌધર્મ દેવલોકમાં છે થી પલ્યોપમના (લાંબું આયુષ્ય) આયુષ્યવાળો દેવ થયો. ત્રીજો ભવ – મરીચિ ત્રિદંડી (ભગવાન ઋષભદેવનો પૌત્ર)
દેવલોકમાંથી ઍવી ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તીનો તે મરીચિ નામે પુત્ર થયો. તેણે હું - ભગવાન ઋષભદેવ (દાદા) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. તે કાળે તે અગિયાર અંગોનો છે
જ્ઞાતા થયો. સમય પસાર થતાં એક વાર ગ્રીષ્મ ઋતુના તાપથી પીડિત થઈ તેના હું પરિણામ શિથિલ થતા ગયા. તેણે વિચાર કર્યો કે આ સંયમ તો ઘણો આકરો છે તે જ એ પાળવાને હું શક્તિમાન નથી. સંયમનો ત્યાગ કરી સંસારમાં જવું તે પણ શોભે તેવું છે
નથી, તેમ વિચારી તેણે સ્વયં એક નવીન જાતનો વેષ રચ્યો. તેમાં તેણે પોતાની આ શિથિલતાને લક્ષમાં રાખીને રચના કરી.
જ
Rohin Education International
For Private & Personal use only
www.jainelibraron