SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તેણે હરિ અને હરિણી રાખ્યાં. આથી તેમનો વંશ હરિવંશ તરીકે ઓળખાવા લાગ્યો. તે છેબંને વ્યસનાદિન નિમિત્તે દુર્ગાન વડે નરકમાં ગયાં. આમ યુગલિયાનું ભરતક્ષેત્રે આવવું છે અને નરકે જવું તે આશ્ચર્ય છે. તે શ્રી શીતલનાથના સમયમાં થયું. (૮) શ્રીકૃષ્ણ વાસુદેવનું અપરકંકા નામે નગરીમાં જવું. એક વાર દ્રોપદીથી નારદજીનું અપમાન થઈ ગયું. તેથી નારદજીએ અપરકંકાના રાજા પવોત્તર પાસે દ્રૌપદીનું હરણ કરાવ્યું. દ્રોપદી ત્યાં પોતાનું સતીપણું જાળવી રહી છે. શ્રીકૃષ્ણને નારદજીના આ કૃત્યની જાણ થઈ. તે કોઈ દેવની સહાય લઈ પાંડવોની સાથે ધાતકી છે ખંડની અપરકંકા નગરી પહોંચ્યા અને દ્રોપદીને છોડાવી. તે પ્રદેશના વાસુદેવ કપિલે હું ન શ્રીકૃષ્ણનો શંખનાદ સાંભળી વળતો શંખનાદ કર્યો. આમ બે વાસુદેવનું મળવું કોઈ ફ સ્ત્ર દિવસ થયું નથી. તે શ્રી નેમિનાથના સમયમાં થયું. (૯) ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસો આઠ આત્મા એક સમયે સિદ્ધ ન થાય. શ્રી ઋષભદેવ, તેમના ભરત સિવાય નવ્વાણું પુત્રો, આઠ પૌત્રો, ઉત્કૃષ્ટ, વધુ ઊંચાઈવાળા જીવો એક સમયમાં સિદ્ધ થયા. (૧૦) અસંયતિઓની પૂજા : પરિગ્રહયુક્ત અને તેમાં આસક્ત એવા ગૃહસ્થોની પૂજા નવમા અને દસમા જિનેશ્વરના સમયમાં થઈ. સંયતિની પૂજા હોઈ શકે પણ અવસર્પિણી કાળમાં અસંયતિની પૂજા થઈ. સાપેક્ષ કથના ભગવાન મહાવીરે મરીચિના ભવમાં કુળનું અભિમાન કરી નીચ ગોત્રનું કર્મબંધન કર્યું હતું. તે કર્મના ઉદયબળે તેમનો બ્રાહ્મણવંશમાં ગર્ભધારણ થયો. એના અનુસંધાનમાં હવે ભગવાન મહાવીરના સત્તાવીસ ભવનું વર્ણન કહેવામાં આવશે. બ્રાહ્મણવંશ એકાંતે હલકો છે તેમ ન વિચારવું પણ ક્ષત્રિયકુળમાં પુરુષાર્થ બળ સાહસ અધિક હોય તે અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું છે. જ્ઞાન-અધ્યયનની દૃષ્ટિએ બ્રાહ્મણવંશ ઉત્તમ મનાયો છે. બ્રાહ્મણકુળમાં ગૌતમ ગણધર વગેરે શાસ્ત્રજ્ઞો ભગવાનના શિષ્ય થવાનો અધિકાર ન ધરાવતા હતા. માટે આ કથન સાપેક્ષ સમજવું. જૈન શાસનમાં કોઈ ઊંચા કે નીચ નથી. vate 2D a lice
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy