________________
(૩) તીર્થંકરની દેશનાને પાત્ર જીવની અનુપસ્થિતિ. તીર્થકરની દેશના નિષ્ફળ ન ! 3 જાય. શ્રી વિરપ્રભુના કેવળજ્ઞાન પછી ઇંદ્ર રચેલા સમવસરણમાં પ્રભુએ દેશના આપી છે પણ કોઈ બોધ પામ્યું નહિ. = (૪) કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વંદન કરવા સૂર્યચંદ્ર પોતાનાં મૂળ - વિમાનો સાથે આવ્યા હતા તે આશ્ચર્યકારી ઘટના છે. = (૫) અમરેન્દ્રનું ઉપરના ક્ષેત્રે જવું. પૂરણ નામનો ઋષિ તપ તપીને અમરેન્દ્ર થયો = હતો. તેણે અવધિજ્ઞાનમાં પોતાનાથી ઉપરના દેવલોકમાં સૌધર્મેન્દ્રને જોયો, તેથી તેને - અતિ ઈર્ષા થઈ આવી. તેથી તે શસ્ત્રને ઘુમાવતો ઇંદ્રસભામાં પહોંચ્યો. ત્યાં તેણે છે આવેશમાં ઇંદ્રને અપશબ્દો કહ્યા, આથી તે ઇંદ્ર તેના પર વજ છોડ્યું. અમરેન્દ્ર છે
ભયભીત થઈ છેક ધરતી પર પ્રભુ મહાવીરના ચરણમાં શરણે આવ્યો. વજ પણ તેની ! - પાછળ આવતું હતું. ત્યાં તો ઇંદ્ર જોયું કે અમરેન્દ્ર તો પ્રભુના શરણમાં રહ્યો છે. હું - આશાતનાના ભયે છે તે વજને સંહરી લીધું, અને અમરેન્દ્રને છોડી દીધો. ૧થી ૫ - આશ્ચર્ય ભગવાન મહાવીરના વખતમાં થયાં. કે (૬) સ્ત્રીદેહે તીર્થકરનું પ્રાપ્ત થવું. સર્વ ચોવીસીમાં પુરુષ જ તીર્થકર થયા છે.
છેલ્લી ચોવીસીમાં મલ્લિકુંવરી સ્ત્રીદેહમાં તીર્થકર થયાં. . (૭) હરિવંશકુલની ઉત્પત્તિ : કૌશાંબી નગરીના રાજા સુમુખે વિરક નામના 5 સાળવીની અત્યંત રૂપાળી સ્ત્રીને પોતાના અંતઃપુરમાં રાખી. આથી વિરક વિયોગના
કારણે ગાંડો થઈ ગયો. એક વાર તે ‘વનમાલા વનમાલા' નામની બૂમો મારતો કે રાજમહેલ પાસે આવ્યો. ત્યારે રાજા અને વનમાલા તેની આવી દશા જોઈ દુઃખી થયાં. છે ત્યાં અચાનક વીજળી પડવાથી તેઓ મરીને યુગલિયા તરીકે જન્મ પામ્યાં. કે આમ બંનેને મૃત્યુ પામેલાં જોઈ વીરક રાજી થઈ ગયો, પણ પાછળથી તેની મતિ
શુદ્ધ થવાથી તેને વૈરાગ્ય આવ્યો. તેથી તે તાપસ થઈ સાધના કરવા લાગ્યો. ત્યાંથી મૃત્યુ છે પામી વ્યંતર દેવ થયો. તેણે પોતાના વિભંગ જ્ઞાનમાં જોયું કે રાજા અને વનમાળા તો
સુખ ભોગવી રહ્યાં છે. અને વળી પાછાં દેવલોકમાં જઈને સુખ ભોગવશે. આથી તેની | વેરભાવના જાગી ઊઠી. તેણે પોતાની શક્તિના સહારે તે બંનેને ભરતક્ષેત્રમાં લાવીને મૂકી દીધાં અને સાત વ્યસનમાં આસક્ત થવાનાં સાધનો પૂરાં પાડ્યાં. તે બંનેનાં નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org !
***