________________
IT
E
1 *
* *
* *
* *
*
*
*
પર તે આમ પ્રતિબોધ પામીને મેઘકુમાર ચારિત્રમાં જ્ઞાનસહ સ્થિર થયો. ઉગ્રપણે તપાદિને નું આચરી, કાળધર્મ પામી દેવપણે ઉત્પન્ન થઈ પછી મહાવિદેહ ક્ષેત્રે જન્મ પામી તે ન કે મનુષ્યભવમાં મોક્ષને પામશે. પ્રભુના સારથિપણાની આ ફળશ્રુતિ છે. શક્રેન્દ્રનું આશ્ચર્ય
આ પ્રમાણે હજી તો ભગવાન માતાની કુક્ષીમાં હતા. છતાં શક્રેન્દ્ર પ્રભુની સાદર - ભક્તિ કરી રહ્યા હતા. શક્રસ્તવ સ્તુતિ પૂર્ણ થતાં તે પ્રભુને પ્રણમી રહ્યા. ત્યાં તો તેના = ચિત્તમાં એક ઝબકારો થયો કે અરે આ શું ? આજ સુધી કોઈ તીર્થકર ક્ષત્રિયકુળ ર છોડીને અન્યત્ર જન્મ પામ્યા નથી. આગળના દુષમ કાળના પરિબળનું આ એંધાણ છે. 3 છતાં પણ આવું બનવું જોઈએ નહિ. તીર્થકર ક્ષત્રિયકુળમાં જન્મ ધારણ કરે તેવું તેમનું ૨ પુણ્યબળ હોય છે. છતાં કર્મની વિચિત્રતાથી જગતમાં ન બનવાના બનાવો બની જાય ? ૩ છે તેને આશ્ચર્ય – અચ્છેરા માનવામાં આવે છે. 3 આવું કેમ બન્યું તે માટે આપણે ભગવાન મહાવીરની સંસારયાત્રા જોવી પડશે ; છે જેમાં છવ્વીસ ભવનું ચરિત્ર છે. છે દશ આશ્ચર્યજનક ઘટનાઓ
આ અવસર્પિણી કાળમાં દસ અચ્છેરા (આશ્ચર્યજનક ઘટના) થયા છે.
(૧) શ્રી વીરપ્રભુને કેવળી અવસ્થામાં ગોશાલાએ ઉપસર્ગ કર્યો હતો. કેવળી - અવસ્થામાં ઉપસર્ગ સંભવે નહિ. ગોશાલક પ્રથમ તો દીક્ષાકાળમાં પ્રભુનો શિષ્ય થયો છે ન હતો. અને પ્રભુ પાસે તેજલેશ્યા જેવી સિદ્ધિઓ શીખ્યો હતો. પણ પાછળથી પ્રભુથી છે છૂટો થઈ પોતે જ જિન છે એમ મનાવતો હતો. પ્રસંગોપાત્ત પ્રભુએ એક વાર ખુલાસો જે કર્યો કે ગોશાલક જિન નથી. આ વાત ગોપાલકના સાંભળવામાં આવી. આથી ગુસ્સે & થઈ તે પ્રભુ બિરાજતા હતા ત્યાં આવ્યો અને આવેગમાં તેણે ભગવંત પર તેજોલેશ્યા
છોડી. પરંતુ પ્રભુનું પુણ્યબળ એવું હતું કે તે તેજોલેશ્યા ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ફરી અને ગોશાલાના શરીરમાં પ્રવેશી ગઈ. આથી તેનું આખું શરીર દાઝી ગયું અને & ગોશાલક સાત દિવસ સુધી તેની પીડા ભોગવી મૃત્યુને શરણ થયો. કે (૨) બીજું આશ્ચર્ય ભગવાનનું એક ઉદરમાંથી બીજા ઉદરમાં મુકાવું. તેવું ગર્ભહરણ ક્યારેય બન્યું નથી. For Private & Personal Use Only
* * *
*
વન ..
www.jainelibrary.org