________________
૫૧
મેઘકુમારનો પૂર્વભવ
હે વત્સ ! પૂર્વભવમાં તે શુભભાવથી હાથી હોવા છતાં કષ્ટ સહન કર્યું તો તને રાજનાં સુખ મળ્યાં છે. તું તારા પૂર્વભવની વાત સાંભળ. તું વિધ્યાચલ પર્વતમાં લાલ છે
રંગવાળો ચાર દંકૂશળવાળો અને સાતસો હાથણીઓનો સ્વામી હતો. એ હાથણીઓ છે. સાથે કામસુખ ભોગવતો જંગલમાં ઘૂમતો હતો.
એક દિવસ એ જંગલમાં દાવાનળને સળગેલો જોઈને તેં તારા પરિવાર સાથે જ સ્થળાંતર કર્યું અને દૂર જઈને એક સુરક્ષિત સ્થાન બનાવ્યું. સંજ્ઞાબળે તે સ્થાનને સાફ શું કરતો અને પરિવાર સાથે સુખેથી રહેતો હતો. ત્યાં વળી નજીકમાં દાવાનળ ફેલાયો તેથી
જંગલના વનવાસી જીવો ભયના માર્યા આ સ્થાનમાં આવવા લાગ્યા. આખા મેદાનમાં છે. - તલ જેટલી પણ જગા ન રહી. હાથી અનુકંપાથી આ બધું જોતો હતો. ત્યાં તેણે શરીરને
ખંજવાળવા પગ ઊંચો કર્યો, તે જ સમયે એક સસલો તારા પગ નીચે આવીને ભયથી છે છેકંપિત રક્ષા માટે લપાઈને બેસી ગયો. તું જ્યારે પગ નીચે મૂકવા ગયો ત્યારે મેં જોયું કે
એક સસલો ભયથી ધ્રૂજતો પગ નીચે ભરાઈ ગયો છે. તે સમયે તારા ચિત્તમાં દયાના આ સંસ્કારો જાગી ઊઠ્યા અને તે ત્રણ દિવસ સુધી પગને વળેલો રહેવા દીધો. જ્યારે એ એ દાવાનળ શાંત થયો ત્યારે તે સઘળાં પશુઓ સાથે સસલો પણ તે સ્થાન છોડી ગયો. તે
હવે તારો પગ ત્રણ દિવસથી ઊંચો રહેવાથી ઝલાઈ ગયો. તે પગ નીચે મૂકવા રે જતાં મહાકાય એવું તારું શરીર ધરતી પર પડી ગયું. તેં ભૂખ તથા તરસની પીડાને જે સમતાથી ભોગવ્યાં. એક દયાભાવ અને સમતાભાવના પરિણામથી તું ત્યાંથી મૃત્યુ
પામીને આ નગરના શ્રેણિક રાજાની ધારિણી રાણીની કુક્ષીએ રાજકુમાર તરીકે જન્મ્યો છે અને સુખ પામ્યો. તિર્યંચના ભવમાં ધૂળ દૃષ્ટિએ સહન કરવાથી પણ તું આવા સુખ
અને ચારિત્રનો યોગ પામ્યો. તો હે મેઘ ! હવે તું જ્ઞાનસહિત ચારિત્ર પાળ. સાધુઓ તો છે. જગત-વંદનીય છે. તેમના પગ લાગવાથી અહોભાગ્ય માન પણ દુઃખ ન પામ અને છે જ સાચા સુખનો સ્વામી થા. એ પ્રભુના શ્રીમુખે પોતાનો પૂર્વભવ સાંભળી મેઘકુમારને પોતાના પૂર્વભવનું જ્ઞાન & થતાં તેને અતિ વૈરાગ્ય આવ્યો. અને તરત જ એ પ્રભુને નમીને બોલ્યો કે, હે પ્રભુ! - આપે મારા પર અત્યંત ઉપકાર કર્યો છે. આપે મને સારથિ થઈને સન્માર્ગે વાળ્યો છે.
:
-