________________
32
1
“ધમ સારહીણ” – ધર્મના સારથિ
પ્રભુ કોનું સારથિપણું કરશે ? મેઘકુમારનું દષ્ટાંત
તે કાળે તે સમયે ભગવાન મહાવીર પૃથ્વી પર વિચારતા હતા ત્યારે રાજગૃહ , નગરની બહારના ઉદ્યાનમાં બિરાજતા હતા. તે નગરીમાં રાજા શ્રેણિક રાજ કરતા હતા. તેમને ધારિણી નામે રાણી હતી, તેને મેઘકુમાર નામે પુત્ર હતો. એક વાર પ્રભુની છે દેશનાનું શ્રવણ કરી મેઘકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે માતાપિતા પાસે સંસારત્યાગની આ - અનુજ્ઞા માગી. મોહવશ માતાએ તેને ઘણો વાર્યો. જંગલના ઉપસર્ગ-પરિષહની વાત 1 સમજાવી. તપની કઠિનતા સમજાવી. છતાં પણ મેઘકુમારનો વૈરાગ્યભાવ પ્રદીપ્ત રહ્યો. : આથી તેણે આઠ પત્નીઓ તથા રાજપાટ સર્વનો ત્યાગ કરી માતાપિતાની આજ્ઞા લઈ - ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી.
તે જ રાત્રે સુકોમળ મુનિ મેઘકુમારની કસોટી થઈ. નાના નવદીક્ષિત તે મુનિનો રાત્રિ સંથારો સર્વ સાધુજનોથી છેડે છેક દરવાજા નજીક હતો. આથી પ્રાતઃકાળે જતાંઆવતાં સર્વ સાધુજનોના પગની ધૂળથી તેનો સંથારો ધૂળમય બની ગયો અને કોઈ વાર , | કોઈના પગ પણ અડી જતા. આથી યુવાન મુનિના ભાવ શિથિલ થઈ ગયા. વિચારવા : લાગ્યા કે જ્યાં મહેલની સુખશવ્યા અને પત્નીઓની સેવા અને ક્યાં આ ધૂળમાં પડી છે ' રહેવું અને સૌના ધક્કા ખાવા ? સવારે પ્રભુની રજા લઈ મહેલમાં પાછો જાઉં! . - સવાર થતાં તે મુનિ પ્રભુ પાસે આવ્યા અને વંદન કરી બેઠા. તે કંઈ કહે તે પહેલાં તો
પ્રભુએ તેને કરુણાભાવે કહ્યું, હે વત્સ! તેં રાત્રિએ દુર્બાન ચિંતવ્યું છે. પણ તને ખબર નથી 'કે આ જીવ નરકનાં ભયંકર દુઃખો વેઠીને આવ્યો છે. તેની આગળ આ દુઃખ કાંઈ હિસાબમાં નથી. વળી જગતમાં એવો કોણ મૂર્ખ હશે કે જે સ્વાધીન સુખ મૂકી છે. પરાધીનતામાં સુખ માને ? એવો કોણ મૂર્ણ છે કે જે ચિંતામણિ રત્ન મૂકી પથ્થરને ગ્રહણ કરે ? જો સહન કરવાથી નારકીના દુઃખનો પાર આવે છે તો આવા દુઃખનો પાર નહિ , આવે? તુચ્છ સુખ માટે સામાન્ય પ્રતિકૂળતાને કારણે ચારિત્રરૂપી રત્નનો ત્યાગ કરવો એ ધીર પુરુષનું કર્તવ્ય નથી. ચારિત્રનું કષ્ટ શાન સહિત હોવાથી તે મુક્તિદાતા છે. Jainelibrary -