SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ હું આ ઇંદ્ર એકાવતારી હોય છે, અર્થાત્ મનુષ્યજન્મ પામી મોક્ષે જાય છે. તેની પાત્રતા આગળના જન્મોમાં કેળવાતી હોય છે. કોઈ પાપવૃત્તિઆત્મા ઇંદ્રની પદવી પામી શકતો નથી. પૂર્વજન્મમાં લોકોત્તર પવિત્ર ધર્મને સેવતાં ભવિતવ્ય બાકી હોય તેથી હું - વચમાં આવા પુણ્યના ભોગો આવી મળે. ઇંદ્ર જેવા પદે હોવા છતાં તેઓ ધર્મવૃત્તિવાળા છે હોય છે. - ઇંદ્રને પાંચસો મંત્રીઓ હોય છે. તેમની હજાર આંખો તેને સહાય કરતી હોવાથી છે. છે તે સહસ્રાક્ષ કહેવાય છે. એરાવણ નામના હાથીનું વાહન હોય છે. અસુરને શિક્ષા આ કરનાર અને દેવોને આનંદ આપવાવાળો હોય છે. બત્રીસ લાખ વિમાનનો તે સ્વામી છે. અતિશય કીમતી મુગટ આદિ આભૂષણોથી સજ્જ હોય છે. પંચવર્ણ પુષ્પોની - માળાઓથી શોભતો હોય છે. લાખો દેવો તેની સેવામાં તત્પર હોય છે. તેની સભા આ અપ્સરાઓના નૃત્ય અને વાજિંત્રથી ગાજતી હોય છે. દેવસંબંધી આવા અતિશયવાળાં છે. સુખોને ભોગવતા તે પોતાની સભામાં ઇંદ્રાણીઓથી વીંટળાયેલો બેઠો હતો. છે આ ઇંદ્ર સમકિતી આત્મા છે. પ્રભુભક્તિમાં પ્રીતિયુક્ત હોય છે. તે કાળ અને તે છે સમયને વિષે સભામાં બેઠાં તેણે અવધિજ્ઞાનથી જોયું કે ભરતક્ષેત્રના કુંડાલગ્રામમાં જે ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો જીવ ગર્ભપણે રે આ ઉત્પન્ન થયો છે. તે જોઈને તે અતિ હર્ષોલ્લાસમાં આવી ગયો. તેના સર્વ રોમાંચ વિકસ્વર થઈ ગયાં. પ્રભુ પ્રત્યેની ભક્તિના આનંદમાં તે અતિ આદર સહિત, ઉત્સુકતાપૂર્વક - સિંહાસન પરથી ઊભો થઈ જાય છે. રત્નજડિત મોજડીને પગમાંથી ઉતારે છે અને બંને - હાથની અંજલિ કરી પ્રભુની સન્મુખ સાત-આઠ પગલાં ભરે છે. શરીરને નમાવીને છેપ્રભુને પ્રણમે છે અને શસ્તવ નમુત્યુર્ણ' સૂત્ર દ્વારા પ્રભુની સ્તુતિ કરે છે. (આ સૂત્ર - ચૈત્યવંદન સૂત્રથી જાણી લેવું.) છે કે આ સ્તુતિ કરતાં કરતાં તેણે પ્રભુ જગતના જીવોના તારણહાર અને ધર્મના સારથિ શું છે તેવા ભાવોથી મનોમન ભાવના કરી ત્યાં તો તેના અવધિજ્ઞાનરૂપી ચક્ષુમાં એકભાવી એ ચિત્ર ઊપસી આવ્યું.
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy