________________
Sઈ કરીને ઘણું અનાજ વાવ્યું હતું. હવે મારા પુત્રાદિ મારા જેવી માવજત કરશે નહિ, ઘાસ
કાઢશે નહિ, નકામાં વૃક્ષને ઊખેડી નાખશે નહિ, તો ખેતરમાં અનાજ પૂરતું પાકશે નહિ છે તો તે બિચારાઓના શા હાલ થશે ? - ગુરુ : હે, મહાનુભાવ ! તેં સાચી જીવદયા ચિંતવી ન કહેવાય. પણ જીવહિંસા છે. ચિંતવી કહેવાય, અને તે દુર્થાન છે. એમ કરવું સાધુને યોગ્ય નથી. છે. ગુરુની વાત સાંભળી શિષ્ય ક્ષમા માગી. સરળ હોવાથી વાતને સાચી રીતે પ્રગટ જ કરી પણ જડ હોવાથી એવું ન સમજ્યો કે આ જીવદયા નહિ પણ જીવહિંસા છે. - શ્રી વીરપ્રભુના સમયના જીવોનું વક્રતા અને જડતાનું દષ્ટાંત. છે દૃષ્ટાંત ઃ એક વેપારીનો પુત્ર અવિનયી, વક્ર અને જડ હતો. તેના પિતા તેને ઘણી છે છે શિખામણ આપતા કે વડીલોની સામું બોલવું નહિ. એક વાર એવું બન્યું કે ઘરના બધા - જ માણસો બહાર ગયા હતા ત્યારે તેની વક્રતાએ બુદ્ધિ લડાવી કે પિતા રોજે શિખામણ
આપે છે. માટે આજ તો તેમને પણ પાઠ શિખવાડું. આમ વિચારી ઘરનાં બધાં મેં જિ બારીબારણાં બંધ કરી એક જગાએ છુપાઈ ગયો. એ બહાર ગયેલા પિતા અને અન્ય માણસો પાછાં આવ્યાં ત્યારે તેમણે ઘણાં બારણાં જ છે ખખડાવ્યાં, બૂમો પાડી, પણ બારણાં ઉઘડ્યાં જ નહિ. પિતા કોઈ જગ શોધી ભીંત આ ઉલંઘીને ઘરમાં ગયા ત્યારે પુત્ર તેમની સામે ખી ખી હસતો ઊભો રહ્યો. પિતાએ જ્યારે કે છે ઠપકો આપ્યો ત્યારે તેણે કહ્યું કે વડીલોને સામો ઉત્તર ન આપવો, તેમ તમે કહ્યું હતું તે છે ઈ પાળ્યું છે. આ વક્રતા અને જડતા હતી. છે. વચ્ચેના બાવીસ જિનના સમયના જીવો વિચક્ષણ અને સરળ હતા. માર્ગે વિહાર હિં કરતાં એક વાર શિષ્યો નટીનો ખેલ જોવા રોકાયા. વિલંબ થવાનું કારણ પૂછતાં, છે છે તેઓએ નટીના ખેલની વાત કરી. ગુરુએ કહ્યું કે સાધુથી નટીનો ખેલ ના જોવાય, દોષ
લાગે. આમ, નટીનો ખેલ જોવાની ના પાડી હતી, તે વાતનો મર્મ બરાબર સમજી કે િનટનો ખેલ જોવા પણ ન રોકાયા. તેમણે સમજી લીધું કે આ રાગ થવાનાં કારણો છે કે છે તેથી નિષેધવા યોગ્ય છે. આમ પ્રકૃતિભેદે બાહ્યાચારમાં અંતર જણાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org