________________
ભગવાન મહાવીરનું જીવનચરિત્ર
[ચોથા વ્યાખ્યાનના આધારે) પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને ભગવાન મહાવીરનું જીવનચરિત્ર કહે છે. ૦ નમો અરિહંતાણં : અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. 0 નમો સિદ્ધાણં : સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. ૦ નમો આયરિયાણં : આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ. 0 નમો ઉવઝાયાણં : ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ. ૦ નમો લોએ સવ્વ સાહૂણં : લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ.
એસો પંચ નમુક્કારો સવ્ય પાવપ્પણાસણો : –એ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે.
મંગલાણં ચ સવ્વસિ પઢમં હવઈ મંગલ. –સર્વ મંગળમાં પ્રથમ મંગલ છે.
નમો દુર્વાર રાગાદિ, વેરીવાર નિવારિણે અહત યોગીનાથાય, મહાવીરાય તાઈને
ભગવાન મહાવીરની જીવનકથા ભગવાન ઋષભદેવના સમય અન્વયે ભગવાન મહાવીરનો સમય સર્વ પ્રકારે ભિન્ન હતો. અથવા કહો કે યુગલિક કાળને ઘણા ઘસારા પહોંચ્યા પછીનો એ કાળ હતો. છતાં તે કાળના દર્શનકારો અને ધર્મભ્રષ્ટાઓએ ધર્મના સંસ્કારોને જાળવ્યા હતા, નવું સિંચન કરતા આવ્યા હતા. આથી પચીસસો વર્ષ પહેલાં પૂર્વભારતની એ ભૂમિ સમૃદ્ધ, સુખી અને સંસ્કારથી સિચન પામેલી હતી. અવસર્પિણીકાળનો એ ચોથો આરો સુખમય મનાતો.
તે સમયે ગણસત્તાક રાજ્યની પ્રથા હતી. વૈશાલીનું રાજ્ય ઘણું સંગઠિત, વૈભવપૂર્ણ હતું. એ વૈશાલીની ઉત્તરે ક્ષત્રિયકુંડ નામે ગ્રામ હતું. તેના રાજા સિદ્ધાર્થ હતા. રાણી ત્રિશલા હતાં. તેમને નંદિવર્ધન નામે રાજકુમાર અને સુદર્શના નામે રાજપુત્રી હતી.
DSpક
કો
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.ordo