SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ -: ગા= = 1 નાનniા ( ક PIYU | SIJDIJI <ve - 1 PERIAL c IITIEWક કે 5," s ૪૨ ૨ ચૈત્ય પરિપાટી એ નિમિત્તધર્મ છે. સમૂહમાં જિનમંદિરમાં દર્શન કરવામાં ઉત્સાહ T વધે છે. એથી પરિણામની ધારામાં શુભભાવના સાકાર થાય છે, ત્યારે જિનગુણ ગાતાં છે { જીવને ભાન થાય છે કે મારું આ જીવનનું કર્તવ્ય પણ જિનસ્વરૂપે પ્રગટ થવાનું છે. અર્થાત્ રાગાદિ ભાવોથી મુક્ત થઈ તેના પર વિજય મેળવી જન્મમરણથી મુક્ત થવાનું છે. = પરમાત્માનાં દર્શન જીવને પોતાનું સ્વરૂપદર્શન કરાવે છે. વર્તમાન દશામાં પોતે રાગી, આ - મોહી અને અજ્ઞાની છે. પરમાત્માના ગુણ ગાતાં તેને ભાન થાય કે પરમાત્માનું જેવું સ્વરૂપ છે છે તેવું મારું છે. પણ હું સ્વરૂપને ભૂલીને ભટકું છું. સ્વરૂપ પ્રાપ્તિ માટે આ દર્શન છે. - - જગતજીવો, સરળતાથી ધર્મમાર્ગે પ્રવર્તે તે માટે મહાનુભાવોએ જિનાલયોની રચના છે કરી, ગુરુજનોએ ધનનો વ્યય બતાવ્યો. વળી પવિત્ર આત્માઓ જ્યાં વિચર્યા તે છે 2. સ્થાનો તીર્થ તરીકે પ્રસિદ્ધ થયાં. સ્થાપના નિપેક્ષાની દૃષ્ટિએ જિનપ્રતિમા જિનસારીખી = કહી. તે પ્રતિમા દ્વારા આત્માનું નિચળ અને નિષ્કપ સ્વરૂપ આપણી સમજમાં આવે છે જ છે અને સ્તવનો દ્વારા ગુણગાન ગાઈને મનની કલુષિતતા દૂર થાય છે. ગૃહસ્થનું જીવન ધનોપાર્જનમાં ઘણા આરંભ અને દોષવાળું બને છે. તે ધનનો શ્રેષ્ઠ છે = ઉપયોગ જિનાલયોની સ્થાપના છે. યદ્યપિ દેશકાળને અનુસરીને જ્યાં જ્યાં જે જે કાળે જે તે હું ક્ષેત્રમાં વધુ જરૂરિયાત હોય તે ક્ષેત્રે ધનનો સદ્વ્યય કરવો તે પણ ઉત્તમ કાર્ય છે. આ છે. વાસ્તવમાં દાનક્રિયા પુણ્ય સુધી લઈ જનારું સાધન છે. પરંતુ જો ધનની મૂછ ઘટે, હું હો જીવ આરંભાદિથી મુક્ત થાય તો તે દાન ઉત્તમ પુણ્યનું નિમિત્ત બને છે, કે જે પુણ્ય 3/ આગામી જીવનમાં જીવને એવા યોગ આપે છે કે ધનાદિ વૈભવ મળવા છતાં તે તેમાં છે આ આસક્ત થઈ અટકી જતો નથી. પણ ત્યાગ માર્ગે જઈ મુક્તિને ઇચ્છે છે. અર્થાત્ દાન છે જીવને પુયયોગ આપી બાંધનારું ન નીવડે તે માટે જીવે દાન ઉપરાંત સવિશેષ તો જ કે ધનાદિની મૂછ ઘટાડવી તે કર્તવ્ય છે. ચૈત્ય પરિપાટીનો એક દિવસ કરવાના કર્તવ્ય પૂરતું અર્થઘટન ન કરવું. પણ હું શિ ધનાદિ સાધનના ઉપયોગનું કર્તવ્ય માનવું. જોકે હમણાં તીર્થો અને તીર્થયાત્રાનું જ પ્રમાણ વધતું જાય છે. સ્થાનો વધે તેટલી માત્ર જૈનશાસનની શોભા નથી. પણ છે = પરમાત્માને પૂજીને, તીર્થયાત્રા કરીને યાત્રી સાચો જૈન બને તે શાસનની શોભા છે અને તે છે. તારે તે તીર્થ તે ધર્મના મર્મને સાર્થક કરે. jainean
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy