________________
૫. જૈન ચૈત્ય પરિપાટી : દેવદર્શન - ભક્તિભાવના છે પાંચમું કર્તવ્ય : ચૈત્ય પરિપાટી છે હવે પરમર્ષિ જણાવે છે કે પર્યુષણ પર્વ નિમિત્તે સાધકે ચૈત્ય મંદિરની શુદ્ધિ તથા છે. પૂજા આદિ કરી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના કરવી. જે નગરમાં રહેતા હોઈએ છે. તેનાં સર્વ મંદિરોનાં દર્શન રોજ થઈ ન શકે પરંતુ વર્ષમાં એક વાર જો શક્ય હોય તો
એ મંદિરોમાં દેવદર્શન કરી પાવન થવું, જેથી જે મંદિરોમાં જે કંઈ સુધારા કરવાના જે હોય તે પણ કરી શકાય. આથી સમૂહમાં ઉલ્લાસપૂર્વક નગરનાં કે ગામનાં મંદિરમાં છે. દર્શનપૂજા કરવાનું કર્તવ્ય દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત શ્રાવકપણાની ઉજ્વળતા માટે અન્ય પણ વિશેષ કર્તવ્યો સૂચવવામાં આવ્યાં છે. શ્રાવક જીવનમાં ધર્મનાં કાર્યોને અને ઉત્તમ ભાવનાને અગ્રિમતા આપીને તે ધર્મકર્તવ્યો ગુરુઆજ્ઞા પ્રમાણે કરતાં રહેવાથી આરંભ પરિગ્રહનું અલ્પત થાય છે. તે પ્રત્યેની મૂછ ઘટી જીવને જ્ઞાનપ્રાપ્તિનો અવકાશ મળે છે. છે જિનદર્શન એ ભક્તિમાર્ગ છે. આ કાળમાં તે સરળ માર્ગ મનાયો છે. અશક્ત છે અને અબૂઝ મનુષ્યો પણ ભક્તિમાર્ગથી તર્યા છે. સર્વજ્ઞ પરમાત્માનું શુદ્ધ સામર્થ્ય એવું
છે કે સાધકના મનોભાવ ત્યાં શુભ બને છે અને જેમ જેમ હૃદય નિર્મળ બનતું જાય છે તેમ તેમ મન શુદ્ધ થતાં જીવ સમ્યક્દશાને પામે છે, જે વડે સર્વ દુઃખનો ક્ષય થાય છે.
નિત્ય નિયમમાં કોઈ એક મંદિરે દર્શન કરવાં. તે પ્રયોજનનું સાધન ન મળે તો . ગૃહમંદિર રાખવું અને પર્વ જેવા દિવસોમાં તીર્થસ્થાનોમાં જઈ દર્શન કરી ભક્તિ દ્વારા નું નિર્મળ થવું. પરંતુ રોજ ભગવાનની પ્રતિમા કે ચિત્રપટ દ્વારા દર્શન કરવાનો ભાવ િરાખવો. કેવળ પરીક્ષા જેવા દિવસોમાં કે નવા કારખાનાના ઉદ્દઘાટનમાં કે ભૌતિક જે પ્રસંગોમાં ભગવાનને નમસ્કાર કરવાથી ભક્તિ ફળતી નથી. ભગવાનનો નિર્મળ ' હૃદયમાં વાસ થાય તેવી ભક્તિનું પરિણામ મુક્તિ છે. જિનપદ દ્વારા નિજપદનું લક્ષ્ય કરી આત્મસાધના કરવાની છે.
Main Education International pr
www.jainelibrary.org
e
For Private & Personal Use Only
s