________________
વૈયાવૃત્યઃ અત્યંતરમાં ત્રીજું તપ છે, સેવા કરવી. તમે જે ભૂમિકામાં છો ત્યાં છે : તમારે માટે જે કાર્ય આવે તે વિનયપૂર્વક કરવું તે સેવા છે. ભગવાને તે સેવાને કેવળ - સાધુજનો પૂરતી સીમિત રાખી નથી. જેણે સમાજના હિતનું કાર્ય અને સ્વહિત માટે સંયમ જ = ધારણ કર્યો છે, તેવા પવિત્ર આત્માઓની સેવાને ઉત્તમ કહી છે, પરંતુ ગૃહસ્થ | માતાપિતાની, વડીલોની અને પીડિતજનોની સેવાને પણ સ્થાન આપવું જોઈએ.
સાધુજનો સેવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ તેમનો સંયમ આપણને સેવા કરવા = પ્રેરે છે. તે સિવાયની સેવાઓ અનેક પ્રકારની છે તે જગતની વ્યવસ્થાની અપેક્ષાએ છે. ૩ ઉત્તમજનોની સેવા કરવાથી ઉત્તમતા વધે છે. પોતાની મોટાઈ મરી જવાથી જીવ છે 5. નિર્મમત્વ થાય છે. તેથી આ ગુણ પરંપરાએ મોક્ષનું કારણ બને છે. 3 સેવા કરવી તે દયા કરવાના ભાવથી કે મને સેવાના બદલામાં સ્વર્ગનાં સુખ મળે છે 3 તે ભાવથી પણ સેવા કરવાની નથી. સેવામાં કંઈ મેળવવાનું નથી, પણ ચૂકવવાનું છે, આ ક કર્મોને કાપવાનાં છે. આથી તેને અત્યંતર તપ કર્યું છે. આંતરિક અવસ્થામાં ઉત્તમ છે. કે જીવો પ્રત્યે અહોભાવ, ગ્લાન પ્રત્યે અનુકંપા અને અન્ય જીવો પ્રત્યે સમભાવ જાગે છે. પં
સ્વાધ્યાય અત્યંતર તપમાં ચોથું સ્થાન સ્વાધ્યાયનું છે. સ્વાધ્યાય શાસ્ત્ર-અધ્યયન પૂરતું સીમિત નથી, કે શ્રવણ પૂરતું તે કાર્ય નથી. અત્યંતર તપનો અર્થ જ અંતરંગ
અવસ્થાની શુદ્ધિ છે. શાસ્ત્ર અધ્યયન અને શ્રવણ તો સરળ છે. તેની સ્મૃતિમાં સંગ્રહ કરવો છે તે પણ સહેલું છે. સ્વાધ્યાય એટલે સ્વનો અધ્યાય, સ્વનું નિરીક્ષણ કરવું, સાવધાન રહેવું છે છે તે છે. આત્મા પ્રત્યે લક્ષ્ય થવું તે સ્વાધ્યાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં ન રહેતાં જાગ્રત છે કે રહેવું. જાગૃતિમાં આત્મહિતથી વિપરીત ન થાય તે સ્વાધ્યાય છે.
શાસ્ત્ર અને શ્લોકાદિનું રટણ તે સાધન છે. સાધુજનોને નિરંતર સ્વાધ્યાય આપ્યો તે છે. સાધકોને સામાયિક ધારણ કરવા છેલ્લું ઉચ્ચારણ સક્ઝાય કરું એમ આવે છે. છે અર્થાત્ સામાયિકમાં સાવધ પાપવ્યાપારનો ત્યાગ કરી, સ્વમાં રહેલા દોષોને ટાળી છે આત્માની જાગૃતિની વૃદ્ધિ કરીશ. આથી સ્વાધ્યાયને અંતરંગ અને મહત્ત્વનું તપ છે [ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.
ox