________________
૩૫ વળી પ્રાયશ્ચિત્ત લેવામાં અને પાળવામાં જીવે સત્યને વળગી રહેવું જોઈએ. તેમાં જો માયા કે માન ભળે તો કરેલું પ્રાયશ્ચિત્ત નિરર્થક બને છે. જીવ જ્યાં હતો ત્યાં જ રહે છે. તે માટે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતી વખતે બાળક જેવા નિર્દોષ ભાવ રાખવા, જેથી પ્રાયશ્ચિત્ત છે પરંપરાએ મુક્તિનું કારણ બને છે.
વિનય : અત્યંતર તપમાં બીજું સ્થાન વિનય છે. જ્યારે દોષ કરવાની કે અન્યમાં આ દોષ જોવાની વૃત્તિ શમે છે, ત્યારે સહજપણે વિનય પ્રગટ થાય છે. કારણ કે બીજાનો છે દોષ જોવો કે દોષારોપણ કરવું તે અહંકાર છે. અહંકાર અને વિનય બે સાથે રહી આ શકતા નથી. બીજાનો દોષ જોવામાં જીવ પોતે નિર્દોષ છે તેવું અાં પોષાય છે, તે છે. અત્યંતર તપમાં બાધક છે.
વડીલો કે ગુરુજનોના વચન આજ્ઞાને માન્ય કરવી, તેમાં હિત જોવું અને તે આ પ્રકારે વર્તવું એ વિનય ધર્મ છે, પરંતુ મનની નિર્દોષતા પર આધારિત છે. મન અન્યની
પ્રશંસાના કથનમાં વધુ ટકી શકતું નથી. અંતરમાં મૂંઝાય છે. અને પરનિંદામાં રસ લે, વાતોમાં પુરવણી કરે, ત્યાં પોતાનો અન્ય પ્રત્યેનો અભાવ વ્યક્ત થાય છે. તે સાધકને માટે બાધક છે. તેથી જ્ઞાનીજનોએ સ્વદોષદર્શન માટે અઢાર પાપસ્થાનકોનું વિધાન કર્યું.
વિનય-ધર્મરૂપ તપને વિશાળતાથી સમજવું હોય તો તેનાં વિવિધ પાસાં છે. ગુરુજનોનો સવિશેષ આદર, ગુણીજનોનો, વડીલોનો, લોકપ્રિય ઉત્તમ પુરુષોનો આદર કરવાના આ સંદર્ભને વિશાળતાથી સમજવો, જેથી અન્ય જીવોનો અનાદર કરવો તેવો ભાવ ન જન્મે. જગતમાં વ્યવસ્થાની અપેક્ષાએ એવો વ્યવહાર બતાવ્યો. અન્યથા જંતુથી માંડીને માનવ સુધીના સર્વ જીવો પ્રત્યે આત્મવતુ ભાવ તે વિનય છે. ત્યાં શ્રેષ્ઠ અને નિકૃષ્ટની તુલના કહી નથી. આ વાસ્તવમાં વિવેક એ જાગ્રત અવસ્થા છે, ઊઠતાંબેસતાં સર્વ કાર્યોમાં જાગૃતિ એ છે વિવેક છે. શાસ્ત્રમાં તો વિનયના વિવિધ ભેદ છે. અહીં તમને અત્યંતર કહ્યું છે તેથી
તેનો અર્થ સૂક્ષ્મ છે, કે જે તપ પરંપરાએ મોક્ષનું કારણ બને છે. એ વિનય ભાવશુદ્ધિનો કરે છે. વિનય એ આંતરિક ગુણ છે.
www.jainelibrary.org