SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ 1 કરો. કાયાને સુખમય બનાવવાનો પ્રયત્ન ન કરો. સુખનો પ્રયત્ન ચેતનાને જાગ્રત નહિ રાખે. કાયા દુઃખનું કારણ છે. તે જ બતાવે છે કે તેની અંદરની ચેતના સુખનું કારણ છે. દુઃખનો સ્વીકાર કરવાથી દુઃખ વિસર્જિત થાય છે. કેવળ કાયાને કષ્ટ આપવું તે સાધના નથી. પરંતુ આકસ્મિક આવતા દુઃખનો સ્વીકાર કરવો તે સાધના છે. દુઃખ સહન કરવાથી સુખ મળશે તેવી અપેક્ષાએ કષ્ટ સહન કરવું તે બાળપ છે. સંલીનતાઃ શરીર સાધનાનું બાહ્ય સાધન છે. તેની સ્થિરતા આસન અને યોગક સાધનાથી શક્ય છે. આસનજય સ્થિરતા માટે જરૂરી છે. સામાયિક, પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાનમાં આસનની સ્થિરતાનું તથા મુદ્રાઓનું મહત્ત્વ દર્શાવ્યું છે, જેથી ચિત્તની તે ચંચળતા શમે છે. તેથી આ પ્રકારમાં તપનું માહાભ્ય છે. બાહ્ય તપ અને અત્યંતર છે તપને જોડવાવાળું આ તપ છે. તમે આત્મભાવમાં સંલીન થઈ જાઓ, અક્રિય બનો, ૩ જેથી નિષ્કપ દશામાં જઈ શકો. આહારશુદ્ધિ અને કાયશુદ્ધિ થયા પછી હવે અત્યંતર કે તપ દ્વારા મનઃશુદ્ધિ અને ચેતના શુદ્ધિની ઘણી ગંભીર પદ્ધતિ બતાવે છે. 2 અત્યંતર તપના છ પ્રકાર છે કે પ્રાયશ્ચિત્ત : સ્વકીય કે પરકીય દોષ, જાણે કે અજાણે થતો દોષ, બાહ્ય કે હું અત્યંતર દોષ, કે જેના દ્વારા જીવ પોતે બંધનમાં પડે છે, અથવા અન્ય જીવની છે વિરાધના કે દુર્ભાવના થાય છે ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવું જોઈએ. જાગ્રત જ - સાધક અંતર–નિરીક્ષણ દ્વારા, ગુરુએ દર્શાવેલા દોષ દ્વારા ગ્રહણ કરેલા વૃત્યાદિમાં છે. ક્ષતિ પહોંચે ત્યારે તેની સામે પ્રમાદ સેવતો નથી પણ તેની ગુર્વાદિક પાસે આલોચના ૬ કરીને સેવેલા દોષથી મુક્ત થઈ જાય છે. વાસ્તવમાં દોષ કરવાની વૃત્તિ જ નષ્ટ થઈ છે જાય છે. અપરાધ કરવાનો ભાવ ચેતનાને ખંડિત કરે છે તેવું જ્ઞાન પેદા થાય છે, તેથી મૂળમાં અપરાધ કરવાની વૃત્તિનો ત્યાગ કરે છે. - પગમાં ભોંકાયેલો કાંટો કાઢવામાં ન આવે તો શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે અને - મૂળમાંથી એને કપાવવો પડે છે. તેમ એકનાનો સરખો દોષ બીજા દોષો સાથે ભળીને કે જીવમાં પાપરૂપી ઝેરનું સિંચન કરે છે. આથી સાધક જે કર્મથી દોષ થાય તે કર્મને દૂર કરવા પ્રયત્ન કરવા ઉપરાંત પણ દોષના ભાવને દૂર કરે છે. કિમ જાર કરાઈ છે અને એક Jain Education International For Private & Person .ve, ક' 5 ઇન
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy