SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જેવા તપમાં મનને કેળવવું પડે છે. નહિ તો આહારપૂર્તિનું બળ ઉદરને પૂરું ભરી લલચાવે છે. શરીરશાસ્ત્રીઓ કહે છે કે યથાશક્તિ ઉપવાસથી હોજરીના યંત્રને આરામ મળવાથી સ્વાથ્ય સારું રહે છે. અને ઊણોદરીથી શરીરમાં પવન તથા પાણીને ફરવાની જગા મળવાથી પેટનાં દર્દોનો ઉપદ્રવ થતો નથી. કારણ કે પેટ માગે છે તેના કરતાં જ આદત કે સ્વાદની માગ વધુ હોય છે. તે માટે આ તપ અત્યંત ઉપયોગી છે. વૃત્તિ સંક્ષેપ : તપને કારણે આ પ્રકારમાં કેવળ આહારના પદાર્થોની મર્યાદા દર્શાવી છે. વાસ્તવમાં જીવનમાં જે જે પદાર્થો ભોગજન્ય છે ત્યાં સર્વત્ર વૃત્તિ સંક્ષેપ છે કરવાથી ઇચ્છાઓ શાંત થાય છે. વળી આહાર સમયે સંક્ષેપ કરવાનો નિયમ જીવને સ્વાદ-લોલુપતાને બદલે વિવેકમાં રાખે છે. જોકે આપણું મન છે તે સર્ષની જેવું વાંકુંચૂકું ચાલે છે. ગમે ત્યાંથી પોતાની વૃત્તિને પોષી લે છે. એટલે પદાર્થની વૃત્તિનો સંક્ષેપ થાય છે છે, પણ મનગમતા પદાર્થોની વૃત્તિનો સંક્ષેપ ચૂકી જવાય છે. કારણ કે આહાર કરતાં પણ આહારનું ચિંતન-મનન વાસનાનું પોષણ કરે છે. જાગ્રત સાધકની સહજતા હોય છે તો તે આહારની સાત્વિકતા અને ભક્યાભર્યાનો વિવેક જાળવી લે છે. વળી ઓછા પદાર્થોના ગ્રહણથી પાચનતંત્ર પણ જળવાય છે. આ તપ જીવને જ્ઞાતા-દ્રષ્ટાના ભાવમાં પુષ્ટ કરે છે. રસત્યાગઃ જેમાં જિહવાને મજા પડી જાય તેવા દૂધ, ઘી જેવા રસયુક્ત પદાર્થોની છે અહીં મર્યાદા બતાવી છે. એકથી વધુ રસવાળા પદાર્થોનો ત્યાગ કરવાથી સાધકને થી વિકારની બાધા નથી થતી અને શરીરને પૂરતું પોષણ મળી રહે છે. રસત્યાગનો આ અર્થ પણ સ્કૂલ છે. તેની સૂક્ષ્મતા એ છે કે સ્વાદનો સંબંધ પદાર્થ કે જીભ સાથે નથી, પણ મનની વાસનાના પોષણ સાથે છે. વસ્તુ તો માત્ર નિમિત્ત છે. મન સાથેનો તાદાત્મ સંબંધ વાસનાનો છે. તે સહજ શાંત કરવા રસત્યાગ છે. આ પ્રકારો આહારશુદ્ધિની વિશેષતાવાળા છે. ત્યાર પછી સંયમી જીવ કાયાની શુદ્ધિ માટે પ્રવૃત્ત થાય છે. ત્યારે કાયક્લેશ અને સંલીનતાના તપમાં સફળ થાય છે. જો - કાયક્લેશ : એટલે કાયાને સંયમને યોગ્ય રાખવા કસવી, સુખશીલતાનો ત્યાગ કરવો કે ઘટાડો કરવો, જેથી તપથી કસાયેલી કાયા ઉપદ્રવમાં સમતા જાળવી શકે. કાય-ક્લેશનો અર્થ છે, જે કંઈ બને તેનો સ્વીકાર કરો, તેનાથી ભાગવાનો પ્રયત્ન ન ટી Jain Education Jain Education International For Private & Personal Use Only v ansoft www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy