SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ '* - - * * * * * * : (y* - * ****site Rટ! 5 9 HRV RV R JA TT TT T IN Hu ૨૯ માયાશલ્ય સહિત તપનું વ્યર્થ પરિણામ ઘણા પ્રાચીન સમયની એ કથા છે. એક રાજાને ઘણા મનોરથે એક પુત્રીની પ્રાપ્તિ થઈ. તે રાજકુંવરી યુવાવયમાં આવતાં યોગ્ય રાજા સાથે તેનાં લગ્ન લેવાયાં. પૂર્વના તે અશુભ યોગે સ્વયંવરમંડપમાં હામેળાપ સમયે જ તે વરરાજા અકસ્માતથી મૃત્યુ પામ્યો. આથી આઘાત પામી પૂર્વના સુસંસ્કારવાળી તે કન્યાએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્રપણે તેના આચારનું સેવન કરવા લાગી. એક દિવસ ચકલા-ચકલીના યુગલને કામક્રીડા કરતું જોઈ તે વિચારમાં પડી. તેને - સંશય ઉત્પન્ન થયો કે આ ચકલો-ચકલી કામક્રીડાથી કેવું સુખ પામે છે ! સર્વજ્ઞ ભગવાને શા માટે એનો નિષેધ કર્યો હશે? મનુષ્યને પણ કામક્રીડાથી સુખ મળે છે છતાં ભગવાને તેમના એ સુખનો નિષેધ કર્યો ? ભગવાન નિર્વેદી છે. તેથી તેમના ખ્યાલમાં આ વાત નહિ હોય ? તેવો દયાભાવ સાધ્વીજી ચિંતવવા લાગ્યાં. તેમના પરિણામમાં આવી વિભાવ દશાનો ઉદય થઈ આવ્યો. સર્વજ્ઞ વિષે સંશય ઉત્પન્ન થયો. પરંતુ તરત જ સાવધાન થઈને તેવી શંકા બદલ ઘણાં પસ્તાવા લાગ્યાં. વળી આવા પ્રમાદનું પ્રાયશ્ચિત્ત લેવું સાધ્વધર્મમાં ઉચિત મનાયું છે. તેથી વિચારવા લાગ્યાં કે જો ગુરુણીજીને પૂછીશ તો મારા માટે કેવી ધારણા થશે ? આમ લજ્જા પામીને તેમણે ગુરુણીજી પાસે પ્રાયશ્ચિત્ત તો લીધું પણ એમ પૂછયું કે, કોઈને આવું દુર્બાન થયું હોય તો શું પ્રાયશ્ચિત્ત આવે ? છે. ગુરુણીજીએ સહજભાવે તપાદિનું પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું. લક્ષ્મણ સાધ્વીજીએ તે તપના પ્રાયશ્ચિત્તને પોતાની પ્રતિકલ્પનાથી પચાસગણું બનાવીને પચાસ વરસ સુધી ઉગ્રપણે આરાધ્યું. પણ વ્યર્થ : પાપની સફાઈ ન થઈ. િહે જીવ! તું વિચાર કે શલ્ય એ કેવું અનર્થકારી છે. જો માયારહિતપણે પ્રાયશ્ચિત્ત લીધું હોત તો ક્વચિત્ કેવળ પસ્તાવાથી જ કાર્ય સરી જાત. પણ અહો, અહંકારની જે લીલા કેવી ગહન છે ! દોષને કબૂલવો કેવો કઠણ છે ! અને સિદ્ધાંત કહે છે કે સત્યપણે દોષને દર્શાવ્યા વગર સાચો ઉપાય મળતો નથી. કપટ સહિત પ્રાયશ્ચિત્ત લઈને હજાર વાર પૃપાપાત કરી કષ્ટ વેઠે તોપણ પરિણામ શુન્ય હોય છે. અને સાચા મનથી : in the state the fe 1 તારા કરાતા હૈ: For Private & Personal Use Ons in Education International ainelibre
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy