________________
૨૮ કે પ્રભાવથી આ વાત મારા અવધિજ્ઞાનમાં જણાઈ તેથી હું પૃથ્વી પર આવ્યો અને છે. બાળકને અમૃતરસ છાંટી ભાનમાં આપ્યો. = બાળકને સજીવન જોઈ સૌ આશ્ચર્ય પામ્યા પણ વિશેષ આશ્ચર્ય તો એ થયું કે
આવા એક-બે દિવસના બાળકને અઠ્ઠમ તપ કરવાને કોણે પ્રેર્યો ? - પૂર્વવૃત્તાંત : આથી ધરણેન્દ્રદેવે આ બાળકનો પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યો કે આ તે તો બાળક પૂર્વે એક વણિકપુત્ર હતો. બાળવયમાં તેની માતા મૃત્યુ પામી હતી. પિતા બીજી આ સ્ત્રી લઈ આવ્યો હતો. તે સાવકી મા પૂર્વકર્મના દોષે તેને ઘણું દુઃખ આપતી હતી. એક જ - વાર ઘણો ત્રાસ પામીને તેણે પોતાના મિત્રને આ વાત કહી. તે સાંભળી પેલા મિત્રને - ઘણી દયા આવી. આથી તેણે એક સાચો ઉપાય બતાવ્યો કે તે પૂર્વભવે કંઈ - ધર્મઆરાધન કર્યું નથી તેથી તને આવું દુઃખ પડ્યું છે. તું પર્યુષણ પર્વમાં અઠ્ઠમ કરજે; =
છે તો તારું આ દુઃખ દૂર થશે. થોડા સમય પછી પર્યુષણ પર્વ આવશે. = આ વાત સાંભળી તે દુઃખી બાળકે અઠ્ઠમ તપ કરવાનો નિર્ણય કર્યો અને પોતાના કે ઘરમાં ન જતાં, બાજુમાં આવેલી એક ઘાસની ઝૂંપડીમાં તે સૂઈ ગયો. આથી તેની માને તે ઘણો ગુસ્સો આવ્યો. તેણે ક્રોધાવેશમાં ભાન ભૂલી ધગધગતો અંગારો એ ઘાસની ઝુંપડી - પર નાખ્યો. ઝૂંપડી તો જોતજોતામાં ભડભડ સળગી ઊઠી. બાળક તો ઊંઘમાં પણ - અઠ્ઠમ તપનાં સમણાં જોતો ઉત્તમભાવમાં હતો. ઝૂંપડી બળવા સાથે બાળક પણ બળી જો ગયો. ત્યાંથી મૃત્યુ પામીને તે શ્રીકાન્ત શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. - મૃત્યુ સમયે પણ તેણે અઠ્ઠમના ભાવને ધારણ કરી રાખ્યા હોવાથી પુણ્યયોગે ( શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે જભ્યો અને અદ્દમાદિ તપની વાતો સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન ન થયું. તેથી તેણે દૂધનો ત્યાગ કરી અઠ્ઠમ તપ કર્યું. આ બાળકનો આત્મા મહાન છે. આ = એ જ ભવે મોક્ષગામી થશે. તેની મિલકતની અને તેની રક્ષા કરજો. આમ નિદાનરહિત છે તપનો આવો પ્રભાવ છે. ભૌતિક સુખ તો મળે, પણ સાચું સુખ તે જીવને શોધતું છે આવે છે.
નાગરાજના પ્રભાવથી આ બાળકનો પરિચય થયો હોવાથી તેનું નામ નાગકેતુ - પાડવામાં આવ્યું.
- -
can Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org