SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિથી સમજાય છે. જે તપમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી તેવું શલ્ય-નિદાનરહિત ) એ તપ સાચું તપ છે, તે પરમાર્થપ્રેરક છે. છે શલ્ય-નિદાન રહિત તપની સાર્થકતાનું દષ્ટાંત. ના ચંદ્રકાન્તા નામની નગરીમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં શ્રીકાન્ત નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને શ્રીસખી નામે ધર્મચારિણી પત્ની હતી. તેને એક જ - પુત્ર થયો. આખું કુટુંબ ધર્મશ્રદ્ધાવાળું હતું. પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં ઘરમાં ધર્મવાર્તા, આ વ્રત, તપ, જપાદિનાં અનુષ્ઠાનોનો પ્રારંભ થયો. પેલા બાળકના કાને આ અંગેની વિ) વાતચીતના શબ્દો પડતાં તેને જાતિસ્મરણશાન થયું. બાળક હતો, વાચા ફૂટી ન હતી, છે પણ પૂર્વસંસ્કારવશ તેનામાં જ્ઞાનચેષ્ટા જાગી અને તેણે અઠ્ઠમ તપનું ગ્રહણ કરી માતાનું દૂધ પીવાનું છોડી દીધું. ત્રણ દિવસ સુધી પોષણના અભાવે તે બાળક પુષ્પની જેમ કરમાવા લાગ્યું. તેને દૂધ પિવરાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ બાળકે દૂધ ગ્રહણ ન કર્યું. તરતનું જન્મેલું એકમાં બે દિવસનું બાળક ત્રણ દિવસ આહાર વગર મૂર્ષિત થઈ ગયું. માતાપિતા ખૂબ આઘાત ન પામ્યાં અને તેમણે માની લીધું કે બાળક મરી ગયું છેતેના કલ્પાંતમાં મોહવશ તેમણે પણ પ્રાણ છોડી દીધા. - રાજનીતિના નિયમ પ્રમાણે રાજાએ અનુચરોને મોકલી નિઃસંતાન એવા શ્રેષ્ઠીની સંપત્તિ કબજે કરવા વિચાર્યું. આ બાજુ બાળકની તપશ્ચર્યાથી પ્રભાવિત થયેલા ધરણેન્દ્ર દેવે બ્રાહ્મણવેશે પૃથ્વી પર આવી, પેલા બાળકને અમૃતરસ છાંટી ભાનમાં આપ્યો અને - પેલા અનુચરોને સંપત્તિ લઈ જતાં અટકાવ્યા. અનુચરોએ રાજાને આ હકીકતની જાણ તે કરી. આથી રાજા ત્યાં આવ્યો. તેણે જોયું કે પુત્ર તો સજીવન છે, આથી આશ્ચર્ય પામી છે તેણે પેલા બ્રાહ્મણને આ અંગેનો ભેદ પૂક્યો. બ્રાહ્મણે કહ્યું કે હે રાજન ! હું કોઈ આ પૃથ્વીનો સામાન્ય બ્રાહ્મણ નથી. હું ધરણેન્દ્ર - નાગરાજ છું. શ્રીકાન્ત શેઠના પુત્રે અઠ્ઠમની તપશ્ચર્યા કરી હતી, તેથી તે જ મૂચ્છિત થઈ ગયો હતો. માતાપિતાએ તેને મરેલો જાણી આઘાતથી પ્રાણત્યાગ કર્યો પણ બાળક તો જીવિત હતો. લોકો તેને મરેલો જાણી દાટવા જતા હતા, પણ તપના Wain Education International For Private & Personal Use Only www.jainelibrary જાકઝાકઝાક કી રાજારામારી
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy