SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ થવું છે તો ગુણવૃદ્ધિ સિવાય છૂટકો નથી. પ્રારંભમાં તે કઠણ લાગશે. પણ સંતસમાગમે, સર્વિચારે કે સત્સંગ જેવા સાધનથી બોધ મનમાં પ્રજળશે. પછી તો ક્ષમા અને સમતામાંથી જે શાંતરસ પેદા થશે તે સારો સંસ્કાર બની જશે. તારા પુણ્યયોગ એવા પ્રગટ થશે કે તારે એવાં બંધનોમાં પડવું જ નહિ પડે. કેવળ સાંવત્સરિક પ્રતિક્રમણ સમયે સભામાં હાથને ગોળાકાર ફેરવી “ મિચ્છામિ દુક્કડ' ઉચ્ચારવું તેટલું ક્ષમાપનાનું મૂલ્ય નથી. તે તો પ્રસંગે કરવાની વિધિ છે. વાસ્તવમાં પર્યુષણ આવતાં પહેલાં સાધક જેમ આરંભનાં કાર્ય તે દિવસોમાં ઓછાં કરવા પડે તે માટે બાહ્ય વ્યવહારનાં કે આરંભનાં કાર્યોને નિપટી લે છે, અર્થાત્ પર્યુષણની આરાધના માટે એવી ભાવના રાખે છે, તે બાહ્ય ક્રિયા છે. તે પ્રમાણે મનના લેશો શમે તેવી અંતરંગ ક્રિયા માટે સજ્જ થવા, પ્રારંભથી જ ક્ષમાપનાને માટે વિચારણા કરવી કે આ જન્મમાં કે આ વર્ષમાં જે જે જીવોને મેં સ્વાર્થ, લોભ, મોહ કે ક્રોધાદિને વશ થઈ દૂભવ્યા હોય તેને સાચા હૃદયથી ખમાવી દઉં, જેથી એવું ન બને કે ગોળ હાથ ફરીને મિચ્છામિ દુક્કડ થવા છતાં જેની ક્ષમા માગવાની છે, તે જ વ્યક્તિ શેષ રહી જાય. તો શું થાય? તે જીવો સાથે આપણે દુર્ભાવનો સંસ્કાર વળી આગળના જન્મોમાં ફળસ્વરૂપે ઉદયમાં આવવા સંભવ છે. આપણે પાર્શ્વનાથની સમતા અને કમઠની વિષમતાનું દષ્ટાંત જાણીએ છીએ. નેમ રાજુલના સભાવનું દૃષ્ટાંત જાણીએ છીએ. અહંકાર તે તે પ્રસંગે જીવને નમ્ર થવાની ના પાડશે. ઘણી રીતે તમને સમજાવી દેશે, પણ જો મનમાં તેનો ખટકો ઊપડ્યો છે તો જેમ સણકાની પીડા અનુભવમાં આવે કે તરત ઔષધ કરીએ છીએ, તેમ એ ખટકો શમાવવા જીવને બળ કરીને પણ સમજાવજો, કોઈ યોગ્ય સત્સંગી મિત્રનો સાથ લેજો, ગુરુજનોની કૃપા મેળવજો; ભાર હળવો થશે. અને છેવટે વિચારજો કે આ જન્મનો આયુષ્યકાળ તો પૂરો થઈ જશે, જીવને સાથે શું લઈ જવાનું છે ? આખરે કરણી તેવી ભરણી છે ને ! તો પછી ભાઈ ! ઉત્તમ કરણીયુક્ત જીવન જીવીને જન્મ સાર્થક કરી લેવો. ક્ષમાની ફળશ્રુતિ આનંદરૂપ છે. ધન્ય તે જીવોને, ગજસુકુમાર, મેતાર્ય મુનિ, પાંડવોને કોટિ નમસ્કાર કે જેમણે ઉત્તમ ક્ષમાના પાઠો આપણને ભણાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy