________________
અહં કહે છે, લોકોએ તારા આ કાર્યને જાણવું જોઈએ, તારું બહુમાન કરવું જોઈએ. તને આગળ રાખવો જોઈએ. જો તેમ ન થાય તો તમને તમારા કરેલા સત્કાર્યમાં મજા નહિ આવે. અરે કોઈ વાર અહં તમને એવા ઉત્તેજિત કરે છે, કે તમે કહી નાખો છો કે હવે એ લોકો સાથે વ્યવહાર નહિ રાખું. જો જીવમાં ખમી ખાવાની સહજતા હોય તો તે એમ સમજે કે આવું સત્કાર્ય મેં મારા ભલા માટે કર્યું છે, માન મેળવીને મૂલ્ય મોળું પાડવું નથી.
ક્ષમાનું બીજું વિરોધી બળ ક્રોધ, ગુસ્સો, આવેશ, આક્રોશ, રીસ, અબોલા અને આકુળતા આદિ છે. વાસ્તવમાં આ બધા શબ્દો ક્રોધના જ અંકુરો છે. વળી ક્રોધ એ આત્માનો મૂળગત સ્વભાવ નથી, પરંતુ અજ્ઞાનવશ જીવ સાથે એકમેક થયેલી મોહનીય કર્મની પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જડ હોવા છતાં જીવના અજ્ઞાનને કારણે જીવ પર તેનો પ્રભાવ પડે છે, ત્યારે જીવના આત્મપ્રદેશો પર ક્રોધનું એક પ્રગાઢ આવરણ આવી જાય છે. ત્યારે ક્ષમાગુણ સ્વધર્મ હોવા છતાં તેનું વિસ્મરણ થાય છે. ક્રોધ જેવા સંસ્કારનાં મૂળ દૃઢ થયેલાં હોવાથી તે કોઈ સદ્ગુરુના સમાગમે, બોધનું સિંચન થયે જીવમાં સમજ પેદા થાય તો તે સંસ્કાર નષ્ટ થાય છે. સદ્ગુરુ પાસે બોધરૂપ ઔષધ હોય છે.
એક સૂફી સંતને તેના શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, ક્રોધ માન અને અહંકાર જેવા દોષો કેમ શાંત થાય ? એ દોષોના કારણે માનવની સાધના પણ નિષ્ફળ જાય છે. તેમણે કહ્યું કે તે કોઈ વાર સમજાવીશ, પણ હમણાં તમે એક કામ પતાવો.
તમે આજે સવારે જે માણસના શબને દફનાવ્યું છે, તેને એક ભયંકર ગુનાની સજા આપવી રહી ગઈ છે, તમે તે શબને કાઢો અને પથરા મારો. ગુરુઆજ્ઞાને માન્ય કરી શિષ્યોએ શબને ખૂબ પથરા માર્યા, આખું શબ પથરાથી ઢંકાઈ ગયું. પછી પાછા આવ્યા.
સંતે પૂછ્યું કામ બરાબર પતાવ્યું? ‘હા, ખૂબ પથરા માર્યા.” સંત : શબે કંઈ પ્રતિકાર ન કર્યો? શિષ્યોની સમજમાં વાત ગોઠવાતી ન હતી. શબ કેવી રીતે પ્રતિકાર કરે ? “ના, શબે પ્રતિકાર ન કર્યો.”
સંતે પુનઃ કહ્યું, હવે ફરી જાઓ, પથરા ઉપાડી લેજો અને તેના પર ખૂબ જ ફૂલહાર ચડાવજો, અને તેને પાછું દફનાવી દેજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org