________________
સારાંશ – ક્ષમાપના :
આ દૃષ્ટાંતો આપણા જીવનનું દર્શન બની જાય તો જીવન ધન્ય બની જાય. ક્ષમાપના એ વાસ્તવમાં જીવન સમતારૂપ સ્વભાવ છે. જૈન દર્શનમાં પર્વાધિરાજ પર્યુષણમાં પણ સંવત્સરીના પર્વિત્ર દિવસનું માહાસ્ય આ ક્ષમાપનાધર્મમાં રહેલું છે. સારાયે જીવનમાં કે વીતેલા વર્ષ તરફ સિંહાવલોકન કરો, મંથન કરો.
જે જે દુર્બાન થયાં, જે જે કુકર્મ થયાં. જે જે દુષ્ટ વચન બોલાયાં, કોઈ પણ જીવને દૂભવ્યા, કોઈને સંતાપ પેદા કર્યા, કોઈ દોષનું પોષણ કર્યું, તે સર્વ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.
અજ્ઞાન અને અહંકારનો નશો જીવમાં તે તે સમયે મૂછ પેદા કરે છે. તેથી પોતાની ક્ષતિ કે દોષ હોવા છતાં તે ક્ષમા માગી લેતો નથી, પણ બચાવ શોધે છે, ક્યાં તો આંખમીંચામણાં કરે છે. જેમ બિલાડીને દોડતી આવતી જોઈને ઉંદર ગભરાઈને આંખ બંધ કરી બેસી જાય, તેમ અંદરથી કોઈ વાર ઊંડે ઊંડે દોષ જણાય તેની સામે જીવ બચાવ કરી આંખમીંચામણાં કરે, તેથી દોષ જતો નથી, પણ જીવની નિર્દોષ શક્તિને કર્મ ખાઈ જાય છે. જેમ પેલો ઉંદર બેઠો રહે એટલે બિલાડી તેનો કોળિયો કરી જાય છે પણ બિલાડી જોઈને જેટલી શક્તિ હોય તે ભેગી કરીને ઉંદર દોડી જાય તો બચી જાય. તેમ જીવે તેવી પરિસ્થિતિમાં સામર્થ્ય વડે દોષોથી દૂર થવું જોઈએ.
જૈન દર્શને ક્ષમાની માર્મિકતા અદ્ભુત દર્શાવી છે. તે કરવતના ધર્મ જેવી છે. કરવતા બંને બાજુએ લાકડાને વહેરે છે, તેમ સાચો સાધક ક્ષમા આપે અને ક્ષમા રાખે. જ્યારે તેને અન્ય જીવો તરફથી કંઈ અપમાન કે અપલાપ થાય ત્યારે તેને અશુભનો ઉદય જાણી સ્વયં ક્ષમા ધારણ કરે અને સામા જીવ પ્રત્યે કોઈ અભાવ ન કરતાં તેને પણ ક્ષમા આપી દે. જીવ કદાચ પોતે શાંત રહે પણ અંતરમાં પણ સામા જીવ પ્રત્યે અભાવ પેદા થઈ જાય તો તે પૂર્ણ ક્ષમા નથી. તેથી જ્ઞાનીજનોએ કહ્યું કે ક્ષમા ધારણ કરો અને આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org