________________
૧૯ અયોગ્ય વર્તન થયું હોય તો ક્ષમા માગવી. સદ્વર્તની કે સમ્યગ્દર્શી આત્માને કોઈ સાથે વેર હોય નહિ છતાં પણ અલ્પજ્ઞતાને કારણે કે અલ્પ રાગાદિને કારણે કંઈ પણ અપરાધજન્ય કૃત્ય થયું હોય તો શુદ્ધભાવથી મનમાં કંઈ પણ શલ્ય - કપટ રાખ્યા વગર ક્ષમા માગવી. મનમાં રીસ કે માયા હોય અને ક્ષમા માગી હોય તો તેનું પરિણામ નહિવત્ આવે છે. તમે અન્યને ખમાવો અને તેનો પ્રતિભાવ બરાબર ન મળે તો પણ તમારો તો ઉપશમ જ થયો. જે ખમાવે તે આરાધક છે. બંને અન્યોન્ય ખમાવે તો તે ઉત્તમ ક્ષમાપના છે. બંને આરાધક છે.
દષ્ટાંતઃ ઉદયન અને ચંડપ્રદ્યોત બંને રાજા હતા. કારણવશાતુ બંને વચ્ચે યુદ્ધ થયું. ચંડપ્રદ્યોત રાજા હાર્યો. ઉદયન રાજાએ તેના કપાળમાં દાસીપતિ એવા શબ્દો લખાવ્યા હતા. આ દિવસો પર્યુષણના હોવાથી ઉદયન રાજાએ ઉપવાસ કર્યો હતો. સભાવથી પ્રેરાઈને તથા રાજનીતિના ધોરણે ચંડપ્રદ્યોતનું ભોજન રાજના રસોડેથી જતું. ઉદયન રાજાને ઉપવાસ હોવાથી રસોઇયો ચંડપ્રદ્યોતને તેઓ શું ભોજન લેશે તે પૂછવા ગયો અને જણાવ્યું કે ઉદયન રાજાને આજે ઉપવાસ છે. ચંડપ્રદ્યોતે વિચાર કર્યો કે કદાચ આમાં કંઈ કપટ હશે તો મારી જાનહાનિ થશે. તેમ વિચારીને તેણે જણાવ્યું કે મારે પણ ઉપવાસ છે. ઉદયન રાજાને આ વાતની જાણ થઈ. તેમણે વિચાર્યું કે ઉપવાસી ચંડપ્રદ્યોત હવે મારો સાધર્મ બંધુ કહેવાય. માટે તેને સજા ન કરાય. તેણે તેને મુક્ત કરી તેની સાચા ભાવથી ક્ષમાપના માગી અને કપાળમાં ‘દાસીપતિ’ લખ્યું હતું તેને ઢાંકી દેવા સુંદર સુવર્ણનો પટ બનાવી બાંધી આપ્યો. ઉદયન રાજાની ક્ષમાપના સાચી હતી. વ્યર્થ ક્ષમાપના ન કરવી
એક વાર એક કુંભાર ઘડા ઘડતો હતો ત્યાં સામે એક ક્ષુલ્લકે ટીખળ કરીને કાંકરો નાખીને ઘડો ફોડી નાખ્યો. કુંભારે તેને શાંતિથી સમજાવ્યો. તેથી તે ક્ષુલ્લકે તે સમયે માફી માગી. પરંતુ પુનઃ વળી ઘડાને કાંકરા મારવા લાગ્યો. એમ ત્રણચાર વાર નુક્સાન કર્યું, અને ક્ષમા માગી. આથી કુંભાર અકળાયો. તે ક્ષુલ્લકના કાનને નાની કાંકરી વડે મરડવા લાગ્યો. ક્ષુલ્લકે કહ્યું કે તેને દુઃખ થાય છે ત્યારે કુંભારે પણ ક્ષમાપના માગી. ક્ષુલ્લક જે રીતે ક્ષમાપના માગતો હતો તે ક્ષમાપના વ્યર્થ હતી. ઉદયન રાજાની જેમ સાચી ક્ષમાપના માગવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org