________________
૩. ક્ષમાપના : સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવનું આદાનપ્રદાન
[ બીજો દિવસઃ વ્યાખ્યાન સાર-૨] ક્ષમા વીરોનું ભૂષણ છે.
ક્ષમા એ સદ્ગુણ છે. આત્માનો નિર્મળ ભાવ છે. ક્ષમાને વીરોનું ભૂષણ કહેવામાં આવે છે. યુદ્ધમાં હજારો સુભટોને જીતનાર શૂરવીર હશે પણ તે પોતાની ભૂલનો એકરાર કરી ક્ષમા માગવાનું સાહસ નહિ કરે. અહંના ઓગળ્યા વગર ક્ષમાભાવ ધારણ થતો નથી. વિભાવદશામાં ક્રોધ થાય છે ત્યારે મનુષ્ય એમ માને છે કે ક્રોધ એ મારો સ્વભાવ છે. ભાઈ, ક્રોધ તારો સ્વભાવ નથી. ક્ષમા તારો સ્વભાવ છે. જેમાં કોઈ વિક્રિયા નથી. અજ્ઞાનવશ કે પ્રમાદવશ જીવ માને છે કે ક્રોધાદિ વગર આપણો પ્રભાવ કેમ પડે ? ભાઈ ! ક્રોધ કરવાથી તને આ ભવમાં અપયશનું નુકસાન છે અને પરભવમાં અધોગતિનું નુકસાન છે.
ક્રોધનું કારણ મળતાં એક ક્ષણ વૃત્તિને સંયમમાં રાખવામાં આવે તો અનંત કર્મોનું આવરણ દૂર રહે છે. દૂનિમિત્તના ઉદયમાં ક્ષમા જેવો ભાવ ધારણ કરવાથી આત્માને લાગેલી મલિનતા ટળે છે. એટલે ક્ષમા વીરોનું ભૂષણ કહ્યું છે.
ક્રોધે કોડ પૂરવ તણું સંયમ ફળ જાય,
ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય.” ક્ષમા ધારણ કરો.
ક્ષમા એ ક્રોધાદિ કષાયના અસાધ્ય રોગનું એકમાત્ર ઔષધ છે. આ જીવનમાં આજ પર્યત કોઈ પણ જીવ સાથે વેર, વિરોધ, આક્રોશ, રીસ, અબોલા, દ્વેષ કે અસદ્ભાવ થયો હોય તેની ક્ષમા માગવી. જોકે દેહને વિષે રહેલું પોતાપણાનું અહં તેમ થવામાં અંતરાય કરે છે, પરંતુ સંતોના સમાગમે તે અહંકાર હળવો થઈ ક્ષમાપનાને ધારણ કરે છે.
જાણતાં કે અજાણતાં મન, વચન કે કાયાથી કોઈ જીવને દુઃખ પહોંચાડ્યું હોય, પ્રમાદથી, વિષયની આકાંક્ષાથી કષાયથી કે અજ્ઞાનવશ અંગત સ્વાર્થથી, કોઈ પણ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org