________________
૧૭
મૅનેજરના ઉપર ચિઠ્ઠી લખી આપી કે આ યુવાન ગ્રેજ્યુએટ છે, નિષ્ઠાવાન છે. તેને પ્રથમથી જ સારા હોદા પર મુકજો.
પાપના ઉદયમાં જો જીવ વિચારને અનુસરે છે તો પુણ્ય જાગે છે, તે જ પ્રમાણે પુણ્યયોગમાં જીવ સદ્વિચારને અનુસરે છે તો પુણ્ય પણ પ્રપંચ વગરનું શુદ્ધ બને છે, જે જીવમાં અધ્યાત્મશક્તિને પ્રગટ કરે છે.
સાધર્મિક ભાવના પુણ્યયોગમાં વૃદ્ધિ કરી બુદ્ધિની શુદ્ધિ કરવા જેવું અનુષ્ઠાન છે. તેને એકાદ પ્રસંગ પૂરતું સીમિત ન કરવું. પણ તમારો હાથ જેટલો લાંબો થઈ શકે તેટલો કરો, તમારું હૃદય જેટલું વિશાળ થઈ શકે તેટલું કરો. તમારી વૃત્તિ જેટલી પરોપકારયુક્ત બને તેટલી વિકસાવો. તમારો આચાર શુદ્ધ રાખો. તેમાં સાધર્મિક ભાવના મહેકી ઊઠશે.
સાધર્મિક ભાવના કેળવવા માટે પ્રથમ તો દષ્ટિને સાત્વિક બનાવો, તેમાં સમાન ભાવ પેદા થશે, તો તે જિનાજ્ઞાયુક્ત બનશે. ચર્મચક્ષુ આંખને સુધારનારા હકીમો મળે છે ને ? ભાઈ તારે અંતરદૃષ્ટિને નિર્મળ કરવી છે તો તું જ્ઞાનીપુરુષસદ્ગુરુ-વેદ્યની નિશ્રામાં જજે. ત્યાં તારા અંતઃકરણને સ્નાન કરાવજે. મલિનતા દૂર થશે, પછી તું સૌમાં આત્મવતું વર્તન કરી શકીશ. તે સાચી સાધર્મિકતા છે.
જીવનને નિર્દોષ પ્રેમથી લીલું બનાવો, વૃક્ષો જેવું પરોપકારવૃત્તિવાન બનાવો. વૃક્ષ તડકો વેઠે, છાયા આપે; પથ્થર મારો, ફળ આપે. તમે પણ દુઃખ વેઠો, અન્યને સુખ આપો; અપયશ મળે તોય હસતા રહો. સાધર્મિક વાત્સલ્ય એટલે એક દિવસનો ભોજનસમારંભ નથી. પણ ગુણપ્રમોદને ધારણ કરો, સાગર જેવા ગંભીર અને ઉદાર બનો. અન્ય માટે પુષ્પ જેવા કોમળ બનો, સંયમ માટે કઠોર બનો. આ કૃતજ્ઞતા, સમભાવ, ઉદારતા અને નમ્રભાવનાના પ્રતીકરૂપે સાધર્મિકતાનું પર્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org