________________
પશુને નિર્ભયતા મળી તેના શાસનમાં માનવપ્રેમની વિશાળતા જ હોય. સૂક્ષ્મ જીવજંતુ પ્રત્યે અનુકંપા રાખનાર, મૂક પ્રાણીની રક્ષા માટે હાથ લંબાવનાર માનવપ્રેમ માટે કેવો તત્પર હોય ! અલબત્ત, મૂક સુષ્ટિ પ્રત્યે આપણી ભાવના ઉત્તમ કોટિની હોવી જોઈએ. - સાધર્મિક-પ્રેમ પ્રસંગ પૂરતો નથી. પરંતુ તમે જ્યાં છો તે ભૂમિમાં તેનો વિસ્તાર કરો. તમે વયમાં નાના છો, વડીલો પ્રત્યે આદર કરો, તેમની જરૂરિયાતને નિભાવો. તમે વડીલ છો, નાનાઓ પ્રત્યે વાત્સલ્ય રાખો. તમારે મિત્ર છે, તેની સાથે નિર્દોષ વ્યવહાર રાખો. તમે સાધુજનોના પરિચયમાં રહી તેમની સેવા કરો. આવા પ્રસંગોમાં
જ્યારે સાધર્મિક પ્રેમ વૃદ્ધિ પામે છે ત્યારે માનવ માનવની નજીક આવે છે. જીવનમાંથી સંઘર્ષો ઘટે છે, સંવાદિતા વધે છે.
અનુપમાદેવીનો સાધર્મિક વાત્સલ્યનો પ્રસંગ દૃષ્ટાંતરૂપ છે. તે કેવળ જમણ પૂરતો મર્યાદિત ન હતો. કથા બોલે છે કે દેલવાડા તીર્થના દેરાસરના નિર્માણકાર્યમાં શિલ્પકાર વગેરે પ્રત્યે અનુપમાદેવીએ મા સ્વરૂપે તેમની સેવા કરી હતી. તે સર્વે જૈનધર્મી હોય કે ન હોય, પણ તેઓ નિર્માણકાર્યના સહકારી હતા, એ જ પૂરતું હતું.
એક વ્યાવહારિક પ્રસંગમાં કોઈ યુવાને એક ગૃહસ્થની થેલી ચોરી લીધી. તે વાત પ્રસંગવાળા ગૃહસ્થને કાને પડી. તેમણે તે યુવાનને બોલાવ્યો અને ચોરી કરવાનું કારણ પૂછયું. પેલા યુવાનને નોકરી ન હતી. પિતા બીમાર હતા, ઔષધ માટે નાણાં ન હતાં. આ વાત સાંભળી પેલા સગૃહસ્થ ગદ્ગદિત થઈ ગયા અને તરત જ તેને પૂરતી સહાય કરી.
એક સજજનનું પાકીટ પડી ગયું. તેમાં મોટી રકમ હતી. કોઈ યુવાનના હાથમાં આવતાં, તે સરનામું વાંચી આપવા ગયો. તે યુવાન ગરીબ વિધવાનો પુત્ર હતો. નોકરી વગરનો બેકાર હતો. પેલા સજ્જને તેનો પરિચય માગ્યો. યુવાનની વાત સાંભળીને સજ્જને વિચાર કર્યો, જેને સાંજે ખાવા મળશે કે નહિ તેવી શંકા છે, તેવો યુવાન આવી મોટી રકમમાં પણ લોભાયો નહિ. હું તો ધન પૂરતું હોવા છતાં નીતિમત્તા સાચવતો નથી, સમાજમાં કોનું સ્થાન ઊંચું માનવું ?
આવા મંથને તેની જીવનદષ્ટિમાં પરિવર્તન આણ્યું. એ પરિવર્તન પણ કોરા કાળજાવાળું ન હતું. તેણે પેલા યુવાનની સામે અત્યંત સ્નેહભાવે જોયું અને મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org