________________
૧૩. ઉત્તમ મનાયો છે અને તેમનાં સેવા-વિનય મુક્તિમાર્ગની આરાધનાનાં સહાયક બળ માનવામાં આવ્યાં છે. સાધર્મીનું પરીક્ષણ
સાધર્મનો જો આવો મહિમા હોય તો તેવા સાધર્મીનાં લક્ષણ જાણવાં આવશ્યક છે. શ્રાવકકુળમાં જન્મ્યો તે જો સાચો શ્રાવક હોય તો તે અન્યને છેતરે નહિ. ધર્મ અને વ્યવહારનો વર્તાવ હાથીના દાંતની જેમ ચાવવાનો અને દેખાવનો અલગ ન હોય. સાચો શ્રાવક સદ્વર્તની અને સરળ હોય. નવકાર ગણવાવાળો જો સાચો ન હોય તો તે સાધર્મી કે સાધુમાં વિનય કે પૂજ્યભાવ રાખે; ન રાખે તો તે સાચો જેન નથી. પંચપરમેષ્ઠી મંત્ર ગણે પણ તેને સો પ્રત્યે જગતના પદાર્થના આદર કરતાં હિનભાવ હોય તો તે સાચો જૈન કેવી રીતે કહેવાય ? દેવ-ગુરુમાં પૂર્ણ શ્રદ્ધાવાળો સાધમ છે. !
સાધર્મી પોતે ધર્મ પાળે, અન્યને પળાવે. ગુરુની આજ્ઞામાં રહેવાવાળો, અન્યને તેનું માહાસ્ય સમજાવનારો સાધર્મિક છે. તે સંયમમાર્ગે ચાલવાવાળો છે. ભૌતિક સુખનો અર્થી સાધર્મિક નથી. સર્વજ્ઞપ્રણીત ધર્મથી વિરુદ્ધ બોલનારો, વર્તનારો સાધર્મી નથી? ધર્મને અવલંબતો શ્રદ્ધાવાન સાધર્મ છે. તેનામાં શ્રાવકયોગ્ય ગુણો ધારણ થયા હોય છે. જે સદાચાર જેવા ધર્મ પાળે છે અને પરમાર્થે રત્નત્રયનો આરાધક છે તે સાચ સાધર્મિક છે. તેનું કોઈપણ પ્રકારે બહુમાન કરવું તે સ્વામીવાત્સલ્ય છે. તેવા સાધર્મિકનાં સમૂહભોજનાદિ વ્યવહારો તે એક ઉપચાર માત્ર છે. સાધર્મી અન્યોન્યના સહચારથી ધર્મઆરાધનામાં દઢ થાય છે. * દષ્ટાંતઃ સાચો સાધર્મિક ધર્મને અનુસરતો હોય છે. તેનો ગૃહાશ્રમ ઉત્તમ પ્રકારે નિભાવે છે. સૌના સુખ માટે સભાન હોય છે.
એક વાર એક સજ્જન સાધર્મિક ગૃહસ્થને ધંધામાં ઘણી ખોટ ગઈ. ધીમે ધીમે સંપત્તિ નષ્ટ થવા માંડી. તે ગૃહસ્થ પોતાની પરિસ્થિતિનો વિચાર કરી સૌ પ્રથમ પોતાનાં જે સંપત્તિનાં સાધનો હતાં તેને વેચીને શક્ય તેટલું દેવું ચૂકવી દીધું. શ્રીમંતાઈનો ત્યાગ કરી સામાન્ય ઘરમાં સાદાઈથી રહેવા લાગ્યા અને જેનું દેવું હતું તે સૌને ખાતરી આપી કે જો વળી શુભનો યોગ થશે તો સૌની રકમ ચૂકવી દઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org