________________
૧૨.
૨. સાધર્મિક વાત્સલ્ય : ધર્મપ્રેમી બંધુઓનું બહુમાન કરો સાધર્મિક વાત્સલ્યનું માહાભ્યા
મનુષ્ય વ્યાવહારિકપણે સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં રહેવાની વૃત્તિવાળો છે. પરમાર્થે તો સાધક માટે એકાંતવાસને નિરૂપ્યો છે. આગળ વધેલો સાધક કે મુનિ એકાંતનું સેવન કરે છે. સમૂહમાં રહેવાવાળા ગૃહાશ્રમીઓ માટે તો સ્વામીવાત્સલ્યનું પ્રયોજન આવશ્યક છે. સમાનધર્મી આત્માઓનું બહુમાન, અને અન્ય દીનદુઃખિયા પ્રત્યે અનુકંપા હોવી તે સ્વામીવાત્સલ્યનાં લક્ષણો છે. સંતોષી, ઉદાર અને સજજન ગૃહસ્થ સ્વામીવાત્સલ્યની વાસ્તવિકતા સમજી શકે છે. - વાત્સલ્યનો ભાવ મુખ્યત્વે માતા – સ્ત્રીમાં સવિશેષપણે જોવા મળે છે. તેમાં નિર્દોષતા અને નિઃસ્વાર્થતા હોય છે. તેમ જ ગૃહસ્થને સ્વબંધુઓ પ્રત્યે નિઃસ્વાર્થભાવ હોય છે તે વાત્સલ્યનું લક્ષણ છે. સામાન્ય મિત્રાચારી અને વાત્સલ્યભાવનામાં ફરક છે. મિત્રાચારી અમુક વ્યક્તિ સુધી મર્યાદિત રહે છે. વાત્સલ્યભાવ વિશાળ છે. તેનાથી સંઘર્ષો દૂર રહે છે. સમાનભાવ કેળવાય છે.
મહર્ષિઓ કહે છે કે જગતમાં જીવોએ અનેક વાર માતા, પિતા, પુત્ર-પુત્રી, ભાઈભગિની, પત્ની-પતિ આદિક સંબંધો મેળવ્યા છે અને છોડ્યા છે. પણ પરસ્પર સાધર્મિકપણાનો, વાત્સલ્યભાવનો સંબંધ ક્વચિત જ બને છે. તેમાં વળી ઉચ્ચ આત્માઓની સેવા તો પુણ્યાત્માને જ મળે છે. વળી ત્રાજવાના એક પલ્લામાં સર્વધર્મ મૂકો અને બીજા પલ્લામાં સાધર્મિકની સેવા મૂકો તો બીજું પલ્લું નમે.
જૈનશાસનમાં સ્વામીવાત્સલ્યનો વિશેષ મહિમા છે. સાધર્મિકનો સંબંધ પરમાર્થ પ્રેરક છે. સંસારમાં વ્યાપારીઓ મળે તો ધંધાની વાતો કરે પણ સાધર્મિક મળે તો ધર્મની વાત કરે. ગૃહસ્થનું મિલન દેહાશ્રયી વાતોનું પ્રયોજન હોય છે, સાધર્મિકનું પ્રયોજન આત્માશ્રયી હોય છે. એકમાં રાગાદિકનું નિમિત્ત મળે છે, બીજું ધર્મપ્રેરણાનું નિમિત્ત બને છે. સધર્માવલંબી સજ્જનો સન્મિત્ર સમાન છે. જેમ સન્મિત્રો અન્યોન્ય પરમાર્થના માર્ગને અનુસરે છે, તેમ સાધર્મિક બંધુઓ પણ અન્યોન્ય પરમાર્થને અનુસરે છે. તેથી તેનો સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org