________________
૧૧ વસ્તુઓ એક કાળે અલ્પ હિંસાથી બનતી હોય, તે લોકોની માગ વધતાં રૌદ્ર હિંસકપણે મળે ત્યારે અહિંસાવાદી જૈન માત્રને જાગ્રત થવા જેવું છે.
ભૌતિક જગતની અપેક્ષાએ જેને આવા પ્રકારોથી બચવું હોય તેને અન્ય વસ્ત્ર આદિ મળી શકે છે. ચામડાનાં જૂતાંને બદલે રબરનાં કે અન્ય વસ્તુનાં મળે છે. જેને જગતના ભવ્યાત્માઓ આવી ઝીણવટમાં ઊતરશે તો અજ્ઞાનવશ થતા ઘણા દોષોમાંથી ઊગરી શકશે. યદ્યપિ આ વસ્તુઓનો ઉપયોગ થતો હોય તો પણ તેમાં જયણા – ઉપયોગ રાખવો જરૂરી છે.
જે પ્રવૃત્તિમાં તમારી ભાગીદારી નથી, જેની તમને આવશ્યકતા નથી, જે પ્રકારોમાં હિંસા રહેલી છે, તમે નિષ્ક્રિય છો છતાં, ધર્મપ્રણાલી એવી પ્રતિજ્ઞા લેવરાવે છે, કે જે વડે તમે દ્રવ્ય અને ભાવ બંને દોષથી બચી શકો. આવી સૂક્ષ્મતાવાળી ધર્મની પ્રણાલીમાં હવે જાણીને થતા દોષો પ્રત્યે જાગ્રત થવાનો સમય આપણી સામે આવ્યો છે. છકાય જીવની રક્ષાવાળા સાધુજનો આપણને આવા ઉત્તમ અહિંસામાર્ગે દોરે અને આપણે એ ધર્મનું પાલન કરીએ.
જૈન દર્શનમાં અહિંસાપાલનમાં અન્ય જીવની રક્ષા અને પાલન માટે ગૃહસ્થ જગડુશાએ પોતાની તમામ મૂડીનો ઉપયોગ કર્યો. તેમના પુણ્યવંતા પરિવારે તેમાં સાથ આપ્યો, પુત્રવધૂઓએ અંગના અલંકાર અર્પી દીધા. રાજા-મહારાજાઓ શરણે આવેલાના રક્ષણ માટે ધર્મયુદ્ધ આદરી પોતાના પ્રાણને હોડમાં મૂકતા, અને મુનિજનોની જીવરક્ષા તો અદ્દભુત જ કહી શકાય. ભૂમિના આધારે રહેલા જીવજંતુ ન મરી જાય તેને માટે પોતે જ વિષમય તુંબડીનો પદાર્થ આરોગી ગયા. વાસ્તવમાં તે દ્રવ્ય અને ભાવ અહિંસા હતી. બહારના જીવોને અભય તે દ્રવ્યઅહિંસા અને અંતરમાં શ્રદ્ધા કે મારો આત્મા અમર છે, તે મરવાનો નથી, શરીર બદલાય છે, તે તો ગમે ત્યારે બદલવાનું છે. આવી મહામૂલી અહિંસાને આપણે માનવસંબંધોમાં જીવત રાખવાની છે. હું
ગૃહસ્થનું જીવન વ્યવહારયુક્ત છે, શુભાશુભ વૃત્તિવાળું છે. પરંતુ તે જીવનમાં માનવજન્મમાં ગુણોનો વિકાસ શક્ય છે. કરીએ તેવું પામવાનું છે. તો પછી શા માટે સૌની સાથે મધુર સંબંધોને નિર્માણ ન કરવા? આખરે જે કંઈ કર્યું તે અહીં રહેવાનું છે, પરિણામના સંસ્કારો સાથે આવીને સુખદુઃખનું નિર્માણ કરવાના છે માટે હે ભવ્યો ! જીવી જાઓ, પ્રેમસ્નેહથી નિર્દોષ જીવન જીવો અને અન્ય જીવોના સુખમાં સહાયક થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org