SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ છે. તેથી તેઓ માનાદિને શોધતા નથી; માન તેમને શોધે છે. છતાં તેઓ તો આત્મહિતમાં જ પ્રવર્તે છે. - અમારિ પ્રવર્તનના જાહેરનામાની રાહ સાધકે – શ્રાવકે જોવાની ન હોય. એ પ્રાસંગિક ધર્મ છે. જિનાજ્ઞા એ નિત્યધર્મ છે. જીવો અને જીવવા દો – આ સુવાક્યનો મર્મ ઘણો ઊંડો છે. જીવો એટલે તમે સ્વયં તમારી સ્વદયાને ચિંતવો કે શાશ્વત સુખનો સ્વામી, ક્ષુદ્રતાભર્યા સુખમાં કેમ અટકી ગયો ? મોક્ષસ્વરૂપ એવો આત્મા મોહમાં કેમ ખૂંપી ગયો ? જ્ઞાનસ્વરૂપ એવો સ્વ-પર-પ્રકાશિત આત્મા અંધકારમાં કેમ અટવાઈ ગયો ? શુકલધ્યાનનો અર્થી દુર્ગાનમાં ક્યાં ફેંકાઈ ગયો ? છોડાવો, આવા અચિંત્યસ્વરૂપ આત્માને પરિભ્રમણથી છોડાવો, એવા ભાવ તે ભાવ-અહિંસા છે, સ્વદયા છે. સ્વદયાના મર્મને જાણનારો પરના હિતાર્થમાં સહજપણે વર્તે, પરપીડા તે તેની પીડા બને, જેવું સુખ પોતાને પ્રિય છે તેવું જ સુખ અન્યને આપવા પ્રવૃત્ત રહે, પરોપકારમાં તેને વળતર ખપતું ન હોય. “જગત સુખી, હું સુખી' એવી ભાવનાયુક્ત પરદયા હોય. પછીની ભૂમિકામાં અર્થાત્ અધ્યાત્મની ભૂમિકામાં તો સ્વ-પરભેદ પણ રહેતા નથી. પરદયા એ દ્રવ્યદયા છે. આવા અહિંસાધર્મના પાલન માટેની અમારિ પ્રવર્તન જેવી પ્રક્રિયા હોય છે. માટે હે ભવ્યો ! કાળને જાણો અને જીવનના વહેણને બદલો, વિશાળતાને કેળવો અને સુખ પામો. જિનાજ્ઞાને અનુસરો અને રાગાદિ ભાવને ઘટાડો, ક્ષીણ કરો. સુખી થવાનો એ સાચો માર્ગ છે. આજના ભૌતિક વિજ્ઞાને એક પક્ષે મૂક સૃષ્ટિના જગતમાં ઘણો સંહાર આદર્યો છે. બીજે પક્ષે વિચારીએ તો આપણે જાગ્રત થઈએ, આપણી અણસમજભરી પ્રણાલી ત્યજી શકીએ તેવા હિંસક પ્રકારોને જાહેરમાં લાવીને સહાય કરી છે. પ્રાણીજગત સાથે સાચી મૈત્રી ધરાવતા માનવોએ એવા પ્રકારનું સંશોધન કરીને આપણને દેખતા કર્યા છે. પચીસ-પચાસ વર્ષ પહેલાં જે વસ્તુઓ આપણને નિર્દોષપણે મળતી હતી, તે લોકોની માગ વધતાં સદોષ બની ગઈ છે. જેમ કે રેશમનાં વસ્ત્રો, હજારો કોશેટાના ભોગે એક વસ્ત્ર મળે. કસ્તૂરી, કસ્તૂરિયો મૃગ જે મેળવવા ઝૂરે છે, તેની પાસેથી તે જ, વસ્તુ મેળવવા માનવ તેનો સંહાર કરે છે. અંબર નામનો અણાહારી પદાર્થ મેળવવા માછલીને જીવતી જ ફાડે છે. ચાંદી વગેરેના વરખ જે હિંસક સાધનથી બને છે, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy