SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-અહિંસામાં સમસ્ત જીવો પ્રત્યે પ્રેમપૂર્ણ નિઃસ્પૃહભાવ, નિર્વેરબુદ્ધિ અને અનુકંપા રાખો, તમે જીવો તેનાથી તે જીવોને વિશેષ સુખ આપો. અને ભાવ-અહિંસામાં તમારા આત્માને બચાવો. રાગ-દ્વેષ, હર્ષ-શોક, સંયોગ-વિયોગ. રતિ-અરતિનાં તંદ્રથી આત્માને રક્ષિત રાખો. આત્મસ્વરૂપમાં રાગાદિ વંદ નથી. તે વંને ગ્રહણ કરી ભાવહિંસા આચરો નહિ. તે માટે સમતા આદિ ગુણોનું સતત સેવન કરી ભાવઅહિંસામાં જીવો, તેમાં જ અપ્રતિમ સુખ છે જે તેમને શાશ્વત માર્ગે લઈ જવા પર્યાપ્ત છે. મહાવીરની અહિંસાને ફક્ત જીવદયાના દાનમાં, કોઈ દિવસ વનસ્પતિના ત્યાગમાં, કોઈ સામાન્ય લુખી જયણામાં કે જયણાનાં ઉપકરણોમાં સમાવી ન દો, પણ તેને પોતાના આત્મા સુધી પહોંચાડો, અર્થાત્ આત્મસાત્ થવા દો. એ બાહ્ય ક્રિયા તે પુણ્યના દ્વાર સુધીની છે. તે પછીની નિર્જરા જે ભાવતત્ત્વ છે, જેનાથી આત્મા મુક્ત થાય છે, ત્યાં સુધી જવા માટે તમે પ્રથમ આત્માને સ્વના સમતાભાવમાં જીવવા દો. ત્યાં કોઈ ગણતરી ન મૂકો કે એમાંથી મને પાર્થિવ લાભ કેટલો છે ? પરંતુ શ્રમણ મહાવીરે ગૃહસ્થ દશામાં અને દીક્ષાકાળમાં જે નિર્મળતા, નિઃસ્પૃહતા અને નિકાંક્ષાનું અભિયાન બતાવ્યું તેના અંશને ગ્રહણ કરો. ભગવાન મહાવીરને અહિંસાની ચરમસીમા પર પહોંચવા, સમતાના શિખરને સર કરવા, આત્મસંશોધનના ઊંડાણમાં જવા જે જે કરવું પડ્યું તે ભાઈ ! તારા ભાગ્યમાં નથી અથવા તો તારો માર્ગ એવો કઠિન નથી. તને તે માર્ગની તૈયાર થાળી મળી છે. અર્થાત્ ભગવાને ભારે પરિશ્રમ કરી જે મેળવ્યું તે તારા માટે બોધરૂપે પ્રગટ કર્યું. તું ફક્ત તેમની ભક્તિ અને આજ્ઞામાં રહે, તારે માટે માર્ગ સરળ બનશે. તેમાં કેવળ બુદ્ધિને જોડીને ભૂલો ન પડીશ પણ શ્રદ્ધાથી આરાધજે. હૃદયમાં કોમળતા ધારણ કરજે. સાધનામાં કંઈક કઠોરતા ધારણ કરજે. તું અહિંસાધર્મને પાત્ર થઈશ. તારે માટે એ જ અમારિ પ્રવર્તન છે. આચાર્યશ્રીનો જગતના જીવો પ્રત્યેનો અનુકંપાનો ભાવ અને તિર્યંચનાં દુઃખો પ્રત્યેની કરુણાએ બાદશાહને ઉત્તમ કાર્ય કરવા પ્રત્યે પ્રેરણા આપી, તેમની નિઃસ્પૃહતાએ તેમને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કર્યો. આચાર્ય જિનેશ્વરના ફરમાનને અનુસર્યા અને રાજાના ફરમાનને પ્રજા અનુસરી, એમ અનેક જીવો મૃત્યુના મુખમાંથી બચી ગયા. જ્ઞાની પુરુષો કાળના પરિબળને જાણીને ધર્મની પ્રરૂપણા કરે છે, આચાર કરાવે છે, કારણ કે તેઓ નિઃસ્પૃહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy