________________
મૈત્રીને સ્થાને જગતનાં પાર્થિવ સાધનો પાછળ મૂર્ખાઈ કરી, પૂર્વના યોગે મળેલા સંયોગમાં વેર ઉત્પન્ન કરો છો ? માનવો સાથે પ્રેમથી રહો, આદરથી રહો. તેમના ગુણોને જાણો. તમે જે પ્રેમનાં બી વાવશો તે હજારગણાં થઈને તમને સુખ આપવા શોધી લેશે. અને જે વેરભાવ કે અભાવ સેવ્યો તે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમને પાતાળમાં ધકેલી દેશે. એક ભવના થોડા સમયના પાર્થિવ સુખ ખાતર અનંત ભવનું અનંત દુઃખ શા માટે ઊભું કરો છો ? અટકી જાઓ, અને મૈત્રીભાવનામાં ડૂબકી મારો. તમે સુખી અને તમે જ્યાં જાઓ ત્યાં સર્વ સુખી.
મૈત્રીભાવમાં તમે જીવનને જોડો પછી તેની અનુગામિની સમતા તમને શોધી લેશે. મૈત્રીભાવના રાગદ્વેષથી ઉપરની ભૂમિનું પ્રમાણ છે. સમતા એ પ્રયાણ પછીની કેડી બની રહે છે. રાગથી દુઃખ ઉત્પન્ન થાય છે, મારા માન્યા છે તેમાં અપેક્ષાઓની ઇમારત રચાય છે, અને તેમાં ક્યાંક એક ઈંટ ખસે તો દુઃખ ઊપજે છે. દ્વેષથી તો દુઃખ છે, દ્વેષયુક્ત દૃષ્ટિ અતિ સંકુચિત છે, અન્યનું સુખ જોઈ શકતી નથી. લેવાદેવા વગર દ્વેષ ઊભો થાય છે જે દુઃખદાયી છે. રાગથી સુખનો ભાસ પેદા થઈ જીવ છેતરાય છે. દ્વેષથી ભાવહિંસાને સેવા કર્મો ઉપાર્જન કરે છે. તે બંનેથી મુક્ત સમતામાં જ સુખ છે. નિર્ભયતાથી સમતાની કેડી કંડાર્યા પછી તમને ભય શો ? મારું શું થશે ?-એવી વ્યથા શા માટે ? મરણનો કે જીવનનો ભય શો ? જે કંઈ બને છે તે પોતાનું ભૂતકાળનું સર્જન છે. તેના પરિણામને સ્વીકારવા તત્પર રહો. તમારી આત્મશક્તિ પ્રગટ થઈ તમારું રક્ષણ કરશે.
જે નિર્ભય છે તે અન્યને પણ ભયમુક્ત કરે છે. તેનાથી કરુણાનો સ્ત્રોત વહે છે. કરુણા અહિંસાનું અસીમ સાધન છે. વૈરાગ્ય સાથે એનો ગાઢ સંબંધ છે. વૈરાગ્યભાવ અહિંસા છે. જેના જીવનમાં વાત્સલ્ય પ્રગટે છે તે કરુણાના સાગરનો પાર પામે છે. ભાવઅહિંસા કરુણાનું પાચિહ્ન છે.
આથી પ્રભુની અહિંસા એ સમષ્ટિના ફલકની છે, આપણા ભાવમાં સીમિત થતી નથી પણ સમષ્ટિમાં વ્યાપ્ત બને છે, ત્યારે જીવ પણ સ્વયં મુક્તિને પાત્ર બને છે. આથી પ્રભુએ અહિંસાનાં દ્રવ્ય-અહિંસા અને ભાવ-અહિંસા બે સ્વરૂપ બતાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org