SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અમારિ પ્રવર્તન બાદશાહે ફરમાનથી પ્રવર્તાવ્યું. તે તેમનો પુણ્યયોગ હતો. શ્રાવકે પ્રભુએ નિર્દેશેલા અમારિ – અહિંસાધર્મનું સ્વયં પાલન કરવાનું છે. ભગવાન અને ભક્તનો રાહ એક જ હોય, અંતર એટલું છે કે ભગવાન આગળ છે, ભક્તો પાછળ છે. અર્થાત્ ભગવાન સાધનાથી પર છે, ભક્તો સાધનામાં છે. પણ રાહ એક જ છે. ભગવાન મહાવીરે અહિંસાના ચાર અભિગમ દર્શાવ્યા : મૈત્રી, સમતા, નિર્ભયતા અને કરુણા. મૈત્રી : જગતના જીવો સાથે નિર્વેરબુદ્ધિ, નિર્મળ સંબંધ જે તેમણે શૂલપાણિના ઉપસર્ગ વખતે પ્રગટ કર્યો. શૂલપાણિનાં તોફાન સહેતા જ ગયા. તે શાંત થયો ત્યારે મૈત્રીભાવે તેને માર્ગે વાળી લીધો. સમતા : ગોવાળે કાનમાં શૂળો ભોંકી દીધી. દેહભાવથી વિરક્ત સમતાથી ભરપૂર હૃદયે પ્રભુએ એ સહજપણે સહી લીધું. પુદ્ગલ ધર્મે મુખમાંથી ચીસ નીકળી ગઈ, પણ પ્રભુને ગોવાળના વર્તનનું સ્મરણ ન હતું. કરેલાં કર્મોનો સમભાવે સ્વીકાર તે તેમનું આત્મસંશોધન સમતાથી ભરપૂર હતું. પ્રાણીમાત્ર સાથે સમતાનો સેતુ બાંધો. તમે સુખી જગત સુખી. નિર્ભયતા ઃ ઇન્ટે કહ્યું, “પ્રભુ ! ઘોર ઉપસર્ગો જોઈ રહ્યો છું. મને સેવામાં રહેવા દો.” પ્રભુએ નિર્ભયતાથી જવાબ આપ્યો, હે ઇન્દ્ર ! આત્મસંશોધન નિર્ભયતાનો આયામ છે. તેમાં રક્ષણ-રક્ષકના ભેદ નથી. અને પ્રભુ સાડાબાર વર્ષ સુધી એકાકી ઘોર જંગલોમાં, શૂન્ય આવાસોમાં, અનાર્ય ભૂમિમાં વિહરતા જ રહ્યા. રોહિણિયા જેવા જીવોને ચરણમાં સ્થાન આપી તે તે પ્રદેશોને નિર્ભય કર્યા. ચંડકૌશિકનાં ઝેર ઉતારી જંગલનાં પાન, પાણી, જંતુ અને માનવને નિર્ભયતા આપી. કરુણા ઃ બસ કરુણા વરસાવી, અને સંગમના ઘોર ઉપસર્ગને સમતાથી સહી, અકંપપણે આત્મપરિણામી રહી, તેની પાછળ બે અશ્રુબિંદુઓ વહાવ્યાં. જગતના જીવોને એ મૌનધારીએ શું આપ્યું? જે આપ્યું તે અમૂલ્ય છે. તે જીવો ! મૈત્રી કેળવો. તમે જેવું કરશો તેવું પામશો ! તમારું આયુષ્ય અલ્પ અને અનિયત છે, કાળનો કંઈ ભરોસો નથી પછી શાને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy