SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ x ૫૦ = ૧૮૦૦ જીવોની કતલ થાય. એક કુટુંબ કે એક માનવ માટે વર્ષે કેટલા જીવોનો ભોગ લેવાય છે ! આટલા જીવોને મારીને એ જીવ જો સુખ ભોગવવાની આંકાક્ષા રાખે તો ભલે વર્તમાનમાં એ પૂર્વનું પુણ્ય ભોગવી મસ્તાનો રહે, પણ પરલોકમાં પરિણામ ફળશે પુણ્યના કે પાપના. ત્યારે કોઈ બચાવી કે છોડાવી શકશે નહિ. આથી જો તમે ફક્ત એક જ માનવ કે કુટુંબનો માંસાહાર છોડાવો તો તેમાં કેટલા જીવો પર ઉપકાર થાય છે તે વિચારો. તેવાં દૂષણો પ્રત્યે નિષ્ક્રિય ન રહો પણ સક્રિયપણે તમારા અહિંસામૂલક વિચારના પ્રવાહને વહેતો મૂકો. તમારાં સંતાનોને એ દૂષણથી દૂર રાખો. તેમાં પ્રોત્સાહન આપી પાપના ભાગીદાર ના બનો. તેવું પાપ કરનાર અને તમારા ધન વડે તે વિષયોને પોષનાર આ જન્મના તમારા પુત્રાદિ ખરેખર તમને પણ પાપના ભાગીદાર બનાવે તો તે પુત્ર મિત્ર નથી પણ શત્રુ છે. તેની શરમ સંકોચ ના રાખો. પણ તેવા પાપથી મુક્ત થઈ જાઓ. જીવનનું સત્વ મોહવશ ગુમાવી ન દો. તેવા પાપથી બચો અને બચાવો. નિરપરાધી પશુઓએ તમારો કંઈ ગુનો કર્યો નથી તો પછી તમે શા માટે કુદરતના નિયમનો ભંગ કરી અપરાધ કરો છો? ભગવાન મહાવીરનું સૂત્ર છે : “જીવો અને જીવવા દો.” સારાંશ : અ-મારિ પ્રવર્તન જીવો અને જીવવા દો, અર્થાત્ તમે સુજ્ઞજન છો, તમે સૃષ્ટિના મૂક જીવો માટે તમારું ભોગસુખ ઘટાડો, જતું કરો અને તેમને યાતનાઓથી બચાવો. સૂત્રધારોએ આપેલ ઇરિયાવહી સૂત્રનું શ્રવણ અને મનન કરી તે પ્રમાણે વર્તન કરો. વળી પ્રભુપ્રરૂપિતા અહિંસાનું ક્ષેત્ર તો વિશ્વવ્યાપી છે. પરમ કરુણા, વાત્સલ્ય અને અનુકંપાના ઉદ્ગાર છે, “સર્વ જીવો સ્વરૂપમય પૂર્ણસુખના સ્વામી બનો.” આપણી શક્તિ પરિમિત છે, એટલે આપણું કાર્ય પણ પરિમિત રહેશે. જે જીવોનો તમારી સાથે પ્રત્યક્ષ સંબંધ નથી તેનું કલ્યાણ ઇચ્છો. જે જીવોનો જેવા કે પૃથ્વી આદિ સાથેનો તમારો સંબંધ ઉપકારી છે, તો તેમના પ્રત્યે અનુકંપા રાખો, અને જે જીવો સાથે તમારો વ્યવહાર-સંબંધ છે ત્યાં પૈત્રી અને સમભાવ રાખો. તો જ આપણે પ્રભુપ્રેરિત અહિંસાનો મર્મ અને ધર્મ પામી શકીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy