________________
રક્ષણ કરે છે અને તેમાંથી નવા અંકુરો ફૂટતા જાય છે. એમ અનેક ગુણોયુક્ત જીવ સમ્યગ્દશાને પામે છે. કૃતાર્થ થાય છે. બાદશાહે કહ્યું તમારા આઠ : અમારા ચાર : કુલ બાર
અહિંસક બનેલા બાદશાહે એક વાર ઉપકારવશ આચાર્યશ્રીને વિનંતી કરી કે આપને મેં ઘણે દૂરથી પગપાળા બોલાવ્યા છે, અને આપ તો મારું કંઈ જ અંગીકાર કરતા નથી. પણ મારી ભાવના છે કે આપ કંઈક તો અંગીકાર કરો. બાદશાહની ભાવનાને સાકાર કરવા આચાર્યશ્રીએ કહ્યું કે :
(૧) પર્યુષણ પર્વ આવે ત્યારે આઠ દિવસ અ-મારિ – અહિંસા ધર્મ પાળવોપળાવવો, અર્થાત્ કતલખાના બંધ રખાવવાં.
(૨) તે દિવસોમાં બંદીખાનાના કેદીઓને મુક્ત કરવા.
આચાર્યશ્રીની માગણીના શ્રવણથી બાદશાહ તો આશ્ચર્ય પામ્યો કે કેવી નિઃસ્પૃહતા અને નિઃસ્વાર્થતા છે ! પ્રભાવિત થઈને તેમણે કહ્યું કે આપના આઠ દિવસમાં મારા ચાર દિવસો ઉમેરીને બાર દિવસ આપનો આદેશ પાળવામાં આવશે.
શ્રાવણ વદ દશમથી ભાદરવા સુદ છઠ સુધી નીચેના દેશોમાં અ-મારિ પ્રવર્તનનું ફરમાન કાઢી બાદશાહે તે આચાર્યશ્રીને સુપરત કર્યું.
ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી, ફતેહપુર, લાહોર, મુલતાન આ દેશોમાં પર્યુષણના દિવસોમાં અ-મારિ પ્રવર્તન પાળવામાં આવ્યું અને ત્યાર પછી પણ અકબર બાદશાહ ઉપદેશ સાંભળીને બોધ પામતો રહ્યો અને તે અ-મારિ પ્રવર્તન છ માસ સુધી લંબાવવામાં આવ્યું.
આજે કાળના પરિબળે આવા આચારપાલનમાં ઘણું અંતર પડી ગયું છે, છતાં યુગે યુગે મહાન પુરુષો એવા આચારનું પુનરાવર્તન કરાવી જગતના જીવોને પાપમુક્ત કરે છે. સામાન્યપણે વિચારીએ કે એ કાળમાં છ માસ સુધી જે જે પ્રદેશોમાં અહિંસા પળાઈ તે દિવસોમાં લાખો મૂક પશુઓ – નિરપરાધી જીવો બચવા પામ્યા. કેવળ એક જ માનવનો કે કુટુંબનો વિચાર કરવામાં આવે કે તેને માટે રોજ એક જીવને મારવામાં આવતો હોય તો તે માંસાહારી કુટુંબ અર્થે વર્ષે ૩૬૦ જીવોની અને તેને ૫૦ વર્ષે ગુણવામાં આવે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org