________________
તીવ્ર ઇચ્છા હતી. એટલે પુનઃ પુનઃ ફરમાન છૂટવા લાગ્યાં. બીજી બાજુ સંઘ શંકામાં પડ્યો કે શું હશે ?
છેવટે વાત આચાર્યશ્રી પાસે પહોંચી. તેમને વળી ભય કેવો ? તેમણે સંદેશવાહકોને સમજાવી સાંઢણી-રથ વગેરે પાછાં મોકલ્યાં અને કહેવરાવ્યું કે જે સાધુ અહિંસાધર્મમાં શ્રદ્ધાવાન છે. વળી ત્યાગી છે તેથી પગપાળા આવશે. બાદશાહ અને તેના વજીરો તો આશ્ચર્ય પામ્યા. આવા સાધનનો ઉપયોગ ન કરવો અને ધન વગર જીવન ચલાવવું તે જૈન સાધુઓની આગવી જીવનત્યાગની પદ્ધતિ છે.
સંઘે બહુમાનપૂર્વક યોગ્ય વ્યવસ્થા કરી આચાર્યશ્રીને વિદાય આપી. આચાર્યશ્રી ઉગ્ર વિહાર કરીને દિલ્હી નજીક પહોંચ્યા ત્યારે વળી બાદશાહે પાલખી વગેરે મોકલ્યાં, પણ આચાર્યશ્રીએ પોતાના આચાર જણાવી તે સૌ સાધનો પાછાં મોકલ્યાં. છતાં પગપાળા શક્ય તેટલી ઝડપે પહોંચ્યા. તે સમયે નગરના નાનામોટા લાખો માનવોએ જાતિભેદ ભૂલીને આચાર્યશ્રી અને તેમના પરિવારનું અત્યંત બહુમાન કર્યું. જૈન સાધુના ત્યાગ, આચાર, વિચાર, વિહાર અને નિઃસ્પૃહતાથી રાજાપ્રજા અત્યંત પ્રભાવિત થયાં. બાદશાહે અહિંસાધર્મને આવકાર આપ્યો
અકબર બાદશાહ આચાર્યશ્રીના ઉપદેશથી બોધ પામ્યો અને તેણે અહિંસાધર્મનો સ્વીકાર કર્યો. જે બાદશાહ શિકારના શોખથી રંગાયેલો હતો, જેણે આગ્રાથી અજમેર સુધી કૂવા-મિનારાઓ બંધાવ્યા હતા, તે ઉપર સેંકડો હરણોનાં શિંગડાનું સુશોભન કરાવ્યું હતું, જેમાં તે આનંદ માનતો હતો, તે બાદશાહ જેન આચાર્યના ત્યાગ અને સંયમથી પ્રભાવિત થઈ અહિંસક બન્યો.
એક વાર અકબર બાદશાહ પ્રવાસેથી પાછા ફરતા હતા. માર્ગમાં વિસામો લેવા તંબુઓ નાખવામાં આવ્યા હતા. તે તંબૂની ટોચે એક ચકલીએ માળો બાંધ્યો અને ઈંડાં મૂક્યાં. બાદશાહની નજર એ તંબૂ પરના ચકલીના માળા પર ગઈ. આજે તો તંબૂ ઉઠાવવાના હતા. અહિંસક બનેલા બાદશાહે ચકલીનાં ઈંડાંના રક્ષણ માટે તંબૂને ઉપાડવા ન દીધો અને માણસોને પણ રોક્યા કે ચકલીનાં ઈંડામાંથી બચ્ચાં થાય, તે ઊડી જાય પછી તંબૂ ઉપાડીને આવજો. સાધુસંતોનો ઉપદેશ દોષને મૂળમાંથી કાઢીને આવા ઉત્કૃષ્ટ ગુણોના આચારનું બીજ-બળ રોપી દે છે. સાચો જિજ્ઞાસુ જિંદગીભર તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org