SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પ્રચાર કરે છે. કમનસીબી છે કે હિંદુ અને જૈન કુટુંબનાં સંતાનો પોતાના સંસ્કારનો ત્યાગ કરી આવા પાપાચારમાં જોડાઈ આ જીવન તો વેડફે છે, પણ ભાવિ જીવનને પણ અવગતિમાં લઈ જશે. તેનાથી બચવા આ કર્તવ્યનો આચાર કડકપણે પાળવો સર્વકાળને માટે ઉચિત છે. ચંપાબાઈનું દૃષ્ટાંત આ કથા અકબર બાદશાહના સમયની છે. તે દિવસો ચોમાસી પર્વના હતા. દિલ્હી પાટનગરમાં ચંપાબાઈ નામક સુશ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા હતા. તેના બહુમાનમાં એક ધર્મયાત્રા નીકળી હતી. સૌ આનંદપ્રમોદ કરતા હતા. ત્યાં બાદશાહ અકબરની સવારી નીકળી. તેણે પૃચ્છા કરી કે આ શું છે ? તેની જાણમાં આવ્યું કે આ તો સુશ્રાવિકાના વ્રતનું બહુમાન છે. બાદશાહ આશ્ચર્ય પામ્યો કે છ માસ સુધી કોઈ મનુષ્ય આહાર, દૂધ, ફળ વગર રહી શકે તે સંભવ છે ? હજી પાંચસાત દિવસ બાકી હતા. તેણે આ વાતની ખાતરી કરવા ચંપાબાઈના નિવાસે ચોકી ગોઠવી. તે ચોકીદારોએ જોયું કે શ્રાવિકાને લગભગ છ માસ જેવા ઉપવાસ થવા આવ્યા છે છતાં હજી તો આહાર વગર જ દિવસો પસાર કરે છે. તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બાદશાહને સર્વ વિગત જણાવવામાં આવી. બાદશાહ જાતે ચંપાબાઈ પાસે આવ્યો. તેને વંદન-વિનય કર્યાં અને આવી તપશ્ચર્યાનો ભેદ પૂછ્યો. ચંપાબાઈએ જવાબમાં કહ્યું કે આ ગુરુકૃપા – આચાર્યકૃપા છે. પ્રશ્ન ઃ તમારા ગુરુ કોણ છે ? જવાબ : પૂ. શ્રી હીરવિજયજી આચાર્ય ભગવંત. બાદશાહે સદ્ભાવનાથી ઉત્તેજિત થઈને આચાર્યશ્રીનું ઠામઠેકાણું મેળવ્યું અને તરત ૪ સાંઢણીઓ તથા પાલખીઓ લઈને ગુરુજીને લેવા શીઘ્ર ગતિએ અનુચરો મોકલી ફરમાન કાઢ્યું કે પૂ. ગુરુદેવને જ્યાં હોય ત્યાંથી રાજ્યમાં હાજર કરો. આ સંદેશો કે લઈને અનુચરો ગંધાર પ્રદેશમાં આચાર્યશ્રી પાસે પહોંચ્યા. આચાર્યશ્રીની સલામતીની જવાબદારી ત્યાંના સંઘની હતી. તે સમય કપરો હતો. પ્રારંભમાં તો આ ફરમાન પર કોઈને વિશ્વાસ ન આવ્યો. પણ બાદશાહને તો ગુરુદેવને મળવાની જોવાની ઘણી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International -
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy