________________
૧. અ-મારિ પ્રવર્તન નિર્દોષ અને મૂક પ્રાણીઓની રક્ષા કરો
તે કાળ અને તે સમય એવો હતો કે ત્યારે આ ભારતભૂમિમાં ઇસ્લામી રાજ્ય હતું. તે સમયે અકબર આ દેશનો સમ્રાટ – બાદશાહ હતો. તે સાત્ત્વિક વૃત્તિનો હતો અને સૌની ધર્મભાવનાને માન આપતો હતો. જોકે તે વાતાવરણમાં ધર્મની પ્રભાવનાને જાળવવા આચાર્યોને ઘણું સહન કરવું પડતું અને તેથી તે સમયે ધર્મધુરંધરો રાજામહારાજાના સંપર્કમાં રહેતા કે જેથી તેમના દ્વારા ધર્મપ્રભાવના સારી રીતે થઈ શકે. છતાં પોતાના આચારનું કડકપણે પાલન કરતા. કથંચિત્ જેનોના એવા દઢ આચાર, આહારશુદ્ધિ અને અનેકાન્ત દષ્ટિયુક્ત કથનથી રાજાઓ સંતુષ્ટ અને પ્રભાવિત થતા. - ભારતભૂમિમાં જૈન ધર્માવલંબી વસ્તીનું પ્રમાણ અલ્પસંખ્યક છે. છતાં તેનો પ્રભાવ રહ્યો છે તેનું કારણ પણ તેમની અહિંસાધર્મની મૂળ પ્રણાલી, આચાર, આહારશુદ્ધિ અને અનેકાન્ત શૈલી છે. *અમારિ-પ્રવર્તન, અ-મારિપડહ એટલે અહિંસાનો પ્રચાર અને તેનું પાલન
આમ તો પૂરા ભારતદેશમાં હિંસા અને માંસાહારના ઓળા પથરાઈ ગયા હતા. શાકાહારી પણ માંસાહારમાં પ્રવૃત્ત થતા જતા હતા. કુદરતે તેમના હાથ, નખ અને દાંતની રચના શાકાહારને સૂચવતી કરી છે, તે ભૂલીને તેઓ હિંસક પશુવૃત્તિમાં પરાધીન થતા હતા. સભ્યતા પણ વિસરાઈ ગઈ હતી. તે કાળે જૈનધર્માવલંબી મુનિઓ પર્યુષણ પર્વમાં તે સમયના રાજાને સમજાવી આઠ દિવસ રાજ્યમાં અહિંસાધર્મનું પાલન કરવા-કરાવવા અનુરોધ કરતા હતા, જેથી નિરપરાધી મૂક પશુઓનું રક્ષણ થઈ શકે અને મનુષ્યો પાપાચારથી દૂર રહે.
આજે, આ દેશમાં માંસાહાર એટલો વ્યાપક બન્યો છે કે એક દિવસ પણ તેનાથી મુક્ત રહેવું લોકોને કઠણ લાગે છે. છતાં માંસાહારી પ્રજાના ધર્મમાં પણ કુરાન જેવાં શાસ્ત્રોમાં પવિત્ર દિવસે માંસાહારનો ત્યાગ જણાવ્યો છે. તે દર્શાવે છે કે માંસાહાર માનવ માટે ઉચિત કર્મ નથી. ઇંગ્લેન્ડ-અમેરિકા જેવા દેશોમાં છેલ્લાં થોડાં વરસથી તે દેશવાસીઓએ પણ વેજિટેરિયન સોસાયટી સ્થાપી છે; તેમાં જોડાય છે અને શાકાહારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org