________________
RTE
:
*
'.
શ્રાવકનાં પાંચ કર્તવ્યો
' ', ' --
* * * *
* *
*
[પ્રથમ દિવસઃ વ્યાખ્યાનસાર ] પર્વાધિરાજ પર્યુષણ પર્વ આરાધના માટેના ઉત્તમ દિવસો છે. વ્યવહાર-વ્યાપારમાં વ્યસ્ત ગૃહસ્થ બારે માસ ધર્મારાધના કરી શકે તેવો યોગ મળવો કઠણ છે. તેથી આચાર્ય ભગવંતોએ ઉપકારભૂત પર્વોની રચના કરી છે. આ આઠ દિવસ પાપપ્રવૃત્તિથી મુક્ત થઈ શ્રાવક-સાધક નિષ્ઠાપૂર્વક ધર્મારાધના કરે અને વળી નિત્ય જીવનમાં નિયમની આરાધના કરે તો પર્યુષણના નૈમિત્તિકપર્વથી આત્મશ્રેય થવા સંભવ છે. પર્યુષણ પર્વ પૂર્ણ થતાં આરાધના પૂર્ણ થતી નથી, પણ તેમાંથી ધર્મભાવના દઢ થઈને નિત્ય ધર્મકાર્ય કરવાનું પ્રેરણાબળ ટકે તેવો તેનો હેતુ છે. અને તે કારણથી શ્રાવકનાં પાંચ કર્તવ્યોનું સૌ પ્રથમના ત્રણ દિવસમાં વાચન - સ્વાધ્યાય કરવામાં આવે છે. તેનો સાર ગ્રહણ કરી લેવાનો આ ઉત્તમ અવસર છે.
શ્રાવકનાં પાંચ કર્તવ્યો ૦ ૧. અમારિ પ્રવર્તન – નિર્દોષ મૂક પ્રાણીની રક્ષા કરો. ૦ ૨. સાધર્મિક વાત્સલ્ય – ધર્મપ્રેમી બંધુઓનું બહુમાન કરો. ૦ ૩. પરસ્પર ક્ષમાપના – સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવનું આદાનપ્રદાન કરો. ૦ ૪. અઠ્ઠમ તપ – ત્રણ દિવસ ઉપવાસ – આત્મ-ઉપાસના કરો. ૦ ૫. ચૈત્ય પરિપાટી – જિનમંદિરમાં ભક્તિ ભાવના - દેવદર્શન કરો.
આ પાંચ કર્તવ્યો ઉપરાંત બીજાં કર્તવ્યો પણ છે. આ પાંચ કર્તવ્યોનું પ્રતિપાલન જીવનશુદ્ધિ માટે છે, તેમાં વ્યાવહારિક અને પારમાર્થિક બંને હેતુ સમાયા છે. જૈનદર્શનની વાસ્તવિકતા એ છે કે વ્યવહાર અને નિશ્ચય-પરમાર્થ બંનેનું તે તે હેતુએ સ્થાન મળ્યું છે. તેને અનેકાન્ત દૃષ્ટિ કહે છે. તે પ્રમાણે પાંચ કર્તવ્યોને વિસ્તારથી સમજવાં અત્યંતાવશ્યક છે. તે સામાન્ય ધર્મરૂપ હોવા છતાં પરમાર્થમૂલક ભૂમિકા માટે અગત્યનાં છે. પરમાર્થસાધક આત્મા આ પાંચ કર્તવ્યોનું પાલન કરીને વિશેષ ધર્મરૂપ જીવનશુદ્ધિની ભૂમિકામાં આવે છે, અનુક્રમે પરમાર્થને ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org