________________
૧૪
ઘરનાં સંતાનોએ કદી દુઃખ જોયેલું નહિ છતાં (સ્વાર્થવશ) તે ગૃહસ્થ, લોકોને રડાવીને પોતાનાં સંતાનોનું સુખ ન જોતાં, સૌને હિંમત આપતા કે આપણી દાનત સાચી હશે તો વળી શુભનો યોગ થશે. આમ વિચારી હવે જે કંઈ નિવૃત્તિ મળી તેમાં તેઓ ધર્મવૃત્તિ વડે આત્મસાધના કરવામાં પ્રવૃત્ત થયા અને કુટુંબને પણ તેવી ભાવના કરાવતા રહ્યા.
એ જ નગરમાં રહેતા એક સજ્જન મિત્રે વિચાર કર્યો કે ધનસંપત્તિ તો આજ છે ને કાલે ન હોય, પણ આ મિત્રતા ક્યાં મળશે ? ધનસંપત્તિ તો મૂકીને જવાનું છે તો પછી શા માટે આ મિત્રને મદદ ન કરવી ? સાધર્મી દુઃખી તો આપણે વળી આ મોહ શો ? અને તે મિત્ર પેલા દેવાદાર મિત્રની પાસે ગયા. સર્વ વિગત જાણી. હજી દેવાનો આંકડો લગભગ દસ લાખનો બાકી હતો.
બીજા મિત્રે પ્રથમના સજ્જનને કહ્યું કે તમે સૌને ખબર આપી દો કે સૌ પોતાની ૨કમ લઈ જાય. દેવાદાર સજ્જન આ વાત સાંભળી તેમની સામે જોઈ જ રહ્યા ! થોડી વાર વિચાર કરીને બોલ્યા કે, “ભાઈ, તમે શા માટે આવું સાહસ કરો છો ? હું કંઈ તમને આવી મોટી રકમ તાત્કાલિક આપી શકવાનો નથી.”
આમાં ઘણું શીખવાનું છે. પ્રથમ તો પોતાનું તથા પોતાનાં સંતાનોનું સુખ જતું કરીને પણ ઘરબાર વેચીને શક્ય તેટલું દેવું ચૂકવી દીધું. આજે આવા કિસ્સાઓમાં લોકો શું કરે છે તે આપણે જાણીએ છીએ.
બીજું, દસ લાખ જેવી ૨કમ કોઈ ના જાણે તેમ કશા જ માનની પ્રસિદ્ધિ વગર એક મિત્રને આપવી તે પણ કેવી ઉદારતા છે ! અને વળી ધંધા માટે પણ જોગવાઈ કરી આપી.
-
હવે જુઓ કુદરતની – ધર્મની કૃપા. જાણે ચમત્કાર થયો હોય તેમ થોડા વખતમાં વળી તે ગૃહસ્થને અશુભયોગ દૂર થયો, અને લક્ષ્મીદેવી શેઠને શોધતાં આવ્યાં. અન્યત્ર તેમને ગમ્યું ન હોય તેમ બધી જ કૃપા વરસાવી દીધી. પોતાની સંપત્તિમાં વૃદ્ધિ થતાં શેઠે સહાય કરનાર મિત્રને કુટુંબ સહિત જમવા નોતર્યો. ભક્તિ કરી જમી-પરવારીને શેઠે સહાયક મિત્રને અર્પી રકમ પરત કરવા ચેક આપ્યો. સહાયક મિત્રની આંખ અશ્રુભીની થઈ ગઈ. બંને મિત્રો બોલ્યા વગર સજળ નેત્રે ચેકને જોઈ રહ્યા. સહાયક મિત્રે મૌન છોડ્યું અને ચેકને હાથ જ ન લગાડ્યો. “ભાઈ, આ તો સાધર્મિકની સેવા હતી. કોઈ રકમનો અદલોબદલો ન હતો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org