________________
१४
ને વધુ ધર્મમાર્ગે વાળે છે. આમ એમનો સહિયારો પુરુષાર્થ ધર્મક્ષેત્રમાં પ્રગટતો જોવા મળે છે. આજના સમયમાં આવો દંપતીનો સુયોગ વિરલ જ ગણાય. આ દંપતીનો પરિચય આપવાની તક પણ ગુણ-અનુમોદનાને કારણે લીધી છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી પદ્માબહેનની ઇચ્છા હતી કે એમના ટ્રસ્ટ દ્વારા તેઓ જ્ઞાનોપાસનાના કાર્યમાં નિમિત્ત બને. પ્રસ્તુત પુસ્તક શ્રી કલ્પસૂત્ર કથાસાર દ્વારા એમની એ ભાવના પૂર્ણ થઈ છે. આ ગ્રંથપ્રકાશન માટે અર્થસહયોગ આપવા બદલ શ્રી અરવિંદભાઈ પનાલાલ અને શ્રીમતી પદ્માબહેનને અત્યંત ધન્યવાદ આપું છું. સાથોસાથ એવી સદ્ભાવના પાઠવું છું કે આવાં મંગલમય સુકૃત્યો કરીને જીવન ધન્ય બનાવે અને તીર્થંકર પરમાત્મા આ માટે તેમને તેવું બળ અને દીર્ઘાયુ આપે.
અમારાં તમામ કાર્યોમાં સસ્નેહ અને નિસ્પૃહતાથી સાથ આપવા માટે આ સજ્જન દંપતીને હાર્દિક ધન્યવાદ આપું છું.
Jain Education International
For Private & Personal Use Only
સુનંદાબહેન અભિવાદન
www.jainelibrary.org