________________
१३
ગુણઅનુમોદના
ઉત્તમ ધર્મ, અનુપમ વારસો, ઊંડી જ્ઞાનપિપાસા અને વિશિષ્ટ સેવાવૃત્તિ ધરાવતા શ્રી અરવિંદભાઈ પનાલાલનું સ્થાન જૈન સમાજમાં સુપરિચિત અને પ્રતિષ્ઠિત છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના ટ્રસ્ટી તરીકે તેઓની સેવા અને કાર્યકુશળતા જાણીતી છે. એ જ રીતે ભોયણી, જેસલમેર, ગંધાર જેવાં તીર્થોના ટ્રસ્ટી તરીકે એના સંચાલનમાં સુચારુ ફાળો આપી રહ્યા છે. એમની પાસે તીર્થોની રક્ષા, વૃદ્ધિ અને વ્યવસ્થાની આગવી સૂઝ છે. ધાર્મિક કાર્ય પાર પાડવાની વિશિષ્ટ કુનેહ છે અને જિનશાસનના વિકાસ માટેની અનોખી ધગશ છે.
ગુજરાતના નારીજીવનના ગૌરવસમા હરકુંવર શેઠાણી એમનાં મહાગૌરવશાળી પૂર્વજ છે. એમના પિતા પનાલાલભાઈ અહિંસા અને જીવદયાના આજીવન ભેખધારી હતા.
શ્રી અરવિંદભાઈએ માત્ર ભારતમાં જ જિનમંદિરોને સહાય કરી નથી બલ્કે લોસ એંજલિસ અને હ્યુસ્ટન જેવા શહેરોમાં જૈનધર્મની આરાધના માટે તૈયાર થતાં દેરાસરોમાં એમણે તમામ સહયોગ આપ્યો છે અને વિદેશનાં જૈન સેન્ટરોને ધાર્મિક વહીવટની બાબતમાં તેઓનું વખતોવખત માર્ગદર્શન લે છે. સુશ્રાવિકા પદ્માબહેન છેલ્લાં પાંચેક વર્ષથી અમારા સ્વાધ્યાયવર્ગમાં નિયમિત આવે છે અને ધર્મમાર્ગનાં જે જે રહસ્યો એમને સમજાય તેનું પોતાના પ્રત્યક્ષ જીવનમાં આચરણ પણ કરે છે. આથી જ એમના જીવન, કાર્ય અને સ્વાધ્યાયમાં સાચો ધર્મ પામ્યાનો સાત્ત્વિક આનંદ અને ધર્મમય જીવનની શાંત પ્રભા નજરે પડે છે. અમારા યાત્રાપ્રવાસમાં પણ તેઓ સદૈવ આવે છે અને એમની હાજરીને પરિણામે યાત્રાપ્રવાસની સુવિધાઓ સચવાઈ, જાય છે.
એક દંપતી તરીકે અરવિંદભાઈ અને પદ્માબહેનનું જીવન આદર્શ જીવન છે. બંને પરસ્પરની ધર્મભાવનાની અનુમોદના કરીને પરસ્પરના જીવનને વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org