SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ 5.7 ELITE SITE LILI Life 75 રૂપિવિકિપણ ૧૯૧ ભલે પાછો જાય ! રાજીમતી લગ્નના શણગારનો ત્યાગ કરી સંવેગ પામી. તેણે સંયમી 3 જીવન જીવવાનો નિર્ણય કર્યો. કે પ્રભુનો દીક્ષાકાળ જાણીને લોકાંતિક દેવો હાજર થયા. વિનંતી કરી કે હે પ્રભુ ોિ તીર્થને પ્રવર્તાવો ! માનવો અને દેવોથી સુશોભિત શોભાયાત્રાથી પૂજનીય નેમિકુમારે હું ચરિત્ર ગ્રહણ કર્યું, અને ગિરનાર (રેવતગિરિ) તરફ વિહાર કરી ગયા. છે નેમિનાથ ચારિત્ર લીધા પછી છપ્પન દિવસે રૈવતગિરિના સહસ્ત્રામ વનનો ઉદ્યાનમાં અઠ્ઠમ તપયુક્ત હતા ત્યારે ઘાતકર્મનો નાશ થતાં આસો માસની અમાવાસ્યાની રે સવારે કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં દેવોએ ઉત્સવ કરી સમવસરણની રચના કરી. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમના હસ્તે રાજીમતિએ પણ કો. સંયમ ધારણ કર્યો. માતાપિતા, ભાઈઓ, કૃષ્ણની પટરાણીઓ, હજારો રાજાઓ અને નાગરિકોએ પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી સંયમ ધારણ કર્યો. રથનેમિને ઉપદેશ. દીક્ષા ગ્રહણ કર્યા પછી એક વાર રાજીમતી ગિરનાર તરફ જઈ રહ્યાં, હતાં ત્યારે મુશળધાર વરસાદ થવાથી તેમનાં વસ્ત્રો ભીનાં થઈ ગયાં હતાં, તેને સૂકવવા તેઓ એક ગુફામાં પ્રવેશ્યાં અને કપડાં કાઢીને તેઓ કપડાં સુકાવાની રાહ જોતાં શરીરને સંકોચીને હું ઊભાં હતાં, ત્યાં એ જ ગુફામાં અરિષ્ટનેમિનાથે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે સંસારથી વેરાગ્ય પામી તેમના નાના ભાઈ રથનેમિએ દીક્ષા ગ્રહણ કરી હતી. તે મુનિ આ જ ગુફામાં ધ્યાનમગ્ન હતા. કંઈક સંચાર થયો જાણીને આંખ ખોલી તો આ શું? કેવું રૂપ છે અને તે પણ નગ્નાવસ્થા ! મુનિનું મનોબળ તૂટી પડ્યું. તેમણે આંખ ખોલી અને કહ્યું છે છે “હે સુરૂપ !” આ શબ્દો કાને પડ્યા અને રાજિમતી અત્યંત ક્ષોભ પામી ગયાં. શીઘ્રતાથી વસ્ત્રો વડે શરીર ઢાંકી દીધું. રથનેમિએ આસનનો ત્યાગ કર્યો, અને તેની પાસે આવી વિનવવા લાગ્યા : “હે પ્રિયા ! હું રથનેમિ છું. તારા રૂપ પર મુગ્ધ છું. હજી તો આપણે યુવાન છીએ. ભોગ ભોગવી વળી સંસારનો ત્યાગ કરશું. અકાળે યૌવન સૂકવી દેવાનો શો અર્થ છે ? આપણે કોઈ એકાંતમાં જઈને સુખ ભોગવીએ."onal Use Only લિટર ડૅિડી à518sn &હર it::: R Y : www.jainelibrary.od
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy