SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ રાજીમતીનું શરીર કંપતું હતું પણ મનોબળ તો અકંપ હતું. તેણે કહ્યું કે, “રથનેમિમુનિ ! તમે કોના ભ્રાતા છો ? વળી અત્યારે તમે સાધુવ્રતમાં છો. તમારા ભાઈએ જેનો ત્યાગ કર્યો છે તે વમન થયેલા પદાર્થ તમને ખપે નહિ. વળી જે શરીર છે પર તમને મોહ થયો છે તે તો હાડકાં, માંસ અને રુધિરથી ભરેલું છે. તમે તો અમૃત છે સમાન વૈરાગ્યમાર્ગ ગ્રહણ કર્યો છે, તે ભૂલી જાઓ છો, તેના કરતાં તો આત્મઘાત જ કરવો સારો છે.” રાજમતીના વચનબોધને ગ્રહણ કરી રથનેમિએ ક્ષમા માગી. ઘણે પ્રકારે રાજમતીની અત્યંત દીનભાવે ક્ષમા યાચી, પ્રભુ પાસે તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી ઘોર તપશ્ચર્યા હર અને સાધનામાર્ગે આત્મશુદ્ધિને પ્રગટ કરી મુક્તિ પામ્યા. રામતી પણ પરમ િવૈરાગ્યની સાધના કરી પાંચસો વરસ કેવળીપણે રહી અંતે નિર્વાણ પામ્યાં. જ નેમિનાથ કૌમાર્યવસ્થામાં ત્રણસો વર્ષ, કેવળી અવસ્થામાં સાતસો વર્ષ, કુલ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવી નિર્વાણ પામ્યા. રાજીમતી પણ લગભગ નવસો વર્ષનું છે આયુષ્ય ભોગવીને સંસારથી મુક્ત થયા. નવ જન્મો સુધી સંસાર સાથે ભોગવ્યો. સંયમ આ સાથે પાળ્યો અને સાથે જ સંસારથી મુક્ત થયા. આ જીવોનો નિર્દોષ સંબંધ જ એકબીજાને અનુરૂપ થઈને સંયમમાર્ગ,સુધી ટક્યો. રે આજના કાળના આવેગજન્ય સંબંધો એક જ જીવન સુધી નિભાવવામાં જીવને દિવસે હું તારા જોવા જેવું કઠણ બને છે. માટે વિચારવું કે પતિ-પત્નીનો નિર્દોષ સુમેળયુક્ત સ્નેહ કે બાધક ન થતાં સહાયક થાય છે. છે પ્રભુ નિર્વાણ પામ્યા આ સંસારના ઋણાનુબંધો પોતાના જ ભાવ-અભાવથી નિર્માણ થાય છે. માનવજન્મ છે. પામીને પૂર્વના વાસનાજન્ય સંસ્કારને સુધારવાનો અવસર ચૂકવા જેવો નથી. આત્મછે. વિશુદ્ધિ આ જન્મમાં સાધ્ય છે. સાંસારિક સંબંધોમાં પણ નિર્દોષ જીવન જીવવાથી, કે ધર્મમય જીવન જીવવાથી અંતિમ ફલશ્રુતિ સુખદ બને છે ધર્મનું સાચું મૂલ્ય સમજાય તો છે. આવાં દૃષ્ટાંતો જીવનમાં ચરિતાર્થ થાય છે. છે અરિષ્ટનેમિ ભગવાન દીક્ષા લીધા પછી ચોપન દિવસ બાદ કેવળજ્ઞાન પામ્યા અને સાતસો વર્ષ લગભગ કેવળીપણે રહી મહાનિર્વાણ પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. હું : : *, in Education International For Private a Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy