SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ નિકા કાપડિયાવાઝgliાકા અમદ ૧૮૯ પરંતુ નિર્દોષ ચિત્તવાળા કુમાર કંઈ પણ આકર્ષણ પામ્યા નહિ. કેટલીક રમણીઓ તેમના શરીર પર ચેષ્ટા કરવા લાગી છતાંય નેમિકુમાર નિર્વિકાર રહ્યા. છે સમુદ્રવિજય, શિવાદેવી તથા કૃષ્ણ નેમિકુમારની ઉદાસીનતા માટે અત્યંત સચિંતન $ હતાં. તેમને અનેક રીતે મનાવવા પ્રયત્ન કરતાં હતાં. છેવટે રૂકમણિ આદિ અનેક ૐ ભાભીઓનાં કટાક્ષયુક્ત વચનને મૌનપણે માન્ય રાખી તેઓ વિચારવા લાગ્યા કે હમણાં તો આ સ્ત્રીઓથી છૂટકારો મેળવો, પછી તો આત્મહિત જ સાધી લેવું છે. પણ સંસારની જાળમાં પડવું નથી. તેમની મૌન સ્વીકૃતિથી સૌ પ્રસન્ન થયાં. હું કૃષ્ણ તરત જ ઉગ્રસેન રાજાની રૂપવાન રાજીમતી નામની કન્યાનો વિવાહ નેમિકુમાર સાથે નક્કી કર્યો. લગ્ન-ઉત્સવની તૈયારીઓ શરૂ કરી. રાજ્યપરિવાર અને નગરજનોથી યુક્ત નેમિકુમાર ઘણા અલંકારો વડે શોભતા લગ્નના માંડવે જવા રથમાં આરૂઢ થયા. રથ જે રાજમાર્ગે થઈને પસાર થતો હતો, ત્યાં ગોખમાં બેસીને લગ્ન માટે સોળ શણગાર સજેલી રાજીમતીએ નેમિકુમારને જોયા. અને આઠ જન્મોનું હેત એક સાથે હું હૃદયમાં ઉભરાઈને નેમિકુમાર ઉપર સહસ્ત્ર મુખ કળશમાંથી પાણીની ધાર પડે તેમ તેના ચક્ષુમાં અનેરો સ્નેહ પ્રગટ થયો. પરંતુ નેમિકુમારના મુખ ઉપરની અલૌકિકતા નિહાળી રે વિચારમાં પડી કે શું આવો પુરુષ સંસારસુખને ભોગવે તે શક્ય છે? પરંતુ તરત જ કે અમંગળ શંકા દૂર કરવા કુળદેવીને પ્રાર્થના કરી કે હે દેવી ! મારું કલ્યાણ કરો !” અહીં નેમિકુમાર માંડવે પહોંચવાની તૈયારીમાં હતાં ત્યાં તો પશુઓને કરૂણ સ્વરો તેમના કાને પડ્યા. તેમણે તરત જ સારથીને પૂછ્યું કે અહો ! લગ્ન જેવા ઉત્સવમાં પશુઓનો આવો કરૂણ કલ્પાંત કેમ સંભળાય છે ? સારથિએ કહ્યું કે, “હે રાજકુમાર, તમારી સાથે આવેલી જાનને જમાડવા આ - જાનવરોના જાન જવાના છે, તેથી જાનવરો પોકાર કરી રહ્યાં છે. આ વાતનું શ્રવણ = કરતાં નેમિકુમારમાં રહેલી સર્વ જીવો પ્રત્યેની સમાન ભાવની લાગણીઓએ પોકાર = કર્યો કે આ નિરપરાધી જીવોને મુક્ત કરો. સારથિને કહ્યું કે રથને પશુઓના વાડા તરફ = લઈ લે. ત્યાં જે દશ્ય જોયું તેનાથી નેમિકુમાર અત્યંત દ્રવિત થયા. - an Eduતેમણે શું જોયું? વધ માટે કોઈને ગળે દોરડું ભરાવીને બાંધેલાં હતાં. કોઈને પગથી AD , ' ' u I ni n ]
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy